આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : સાહિત્ય અને ચિંતન
 

એક એવી મહાદલીલ કરવામાં આવે છે કે માંસાહાર વગર માનવી અશક્ત અને ભીરુ બની જાય એમ છે. અને માંસાહાર અને અહિંસા વચ્ચેનો વિરોધ દેખીતો જ છે. પોષણનાં તત્ત્વો માંસમાં વધારે છે કે વનસ્પતિમાં એ વિષે નિષ્ણાતોમાં મતભેદ છે. વનસ્પતિ વગર માંસ એકલુ. ભાગ્યે જ આહાર તરીકે કામ આવી શકે છે એ જગતભરના પાકશાસ્ત્રનો પુરાવેા તો આપણી પાસે છે જ. ઉપરાંત માંસાહાર વગર અશક્તિ અને ભીરુપણું વધી ગયાના પુરાવા તો મળે એમ છે જ નહિ. હિંદુસ્તાનના ગણ્યાં-ગાંઠયા વર્ગો સિવાય માંસાહાર હિંદમાં તો નિષિદ્ધ ગણ્યાં નથી. રજપૂતો માંસાહારી હતા છતાં મુસ્લિમેાથી હારી ગયા. માંસાહારી મુસ્લિમ શહેનશાહતને હચમચાવી નાખી બ્રાહ્મણ પેશ્વાઓ એ બ્રાહ્મણ પેશ્વાઓ તો માંસાહરી નહિ જ હોય. છતાં તેમણે હિંદનાં ભારેમાં ભારે યુદ્ધ ખેલ્યાં. મુસ્લિમ અને મરાઠા બંને માંસાહારી પ્રજા પાસેથી અંગ્રેજોએ હિંદનુ, રાજય ખૂંચવી લીધું; એટલું જ નહિ, પશ્ચિમની માંસાહારી ડચ,પોર્ટુગીઝ અને ફ્રેન્ચ પ્રજાને હરાવી અંગ્રેજોએ હિંદમાં સ્થાન મેળવ્યું. વિમળશાહ, સજજન, વસ્તુપાળ, તેજપાળ, હેમુ, સમરાશાહ, જાવડશા, ને ઘેલાશા સમા જૈન મંત્રીઓ કે લીલા અને અમરસિંહ સમા નાગર મંત્રીઓએ માંસાહારી દુશ્મનો સામે ખેલેલાં વિજયી યુદ્ધોથી ઇતિહાસ સુપરચિત છે. ઇ. સ. ૧૮૫૭ના બળવા પ્રસંગે અંગ્રેજોને ભારે થઈ પડેલા નાના સાહેબ, તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈ, એ ત્રણે બ્રાહ્મણો હતાં. અને બ્રાહ્મણ તરીકે માંસાહાર નહીં જ કરતા હોય એમ આપણે માની લઈશું. માંસાહારી પ્રજાઓના ઇતિહાસ કાંઈ સતત જવલંત કારકિર્દીના દ્યોતક નથી જ. માંસાહારી ચીનાઓને જાપાનીઓ પૂરતી રાડ પડાવે છે. એ જ પ્રમાણે ફ્રાન્સ જેવી પ્રજાને જર્મનીએ ઉથલાવી પાડી એમાં વધારે ઓછા માંસાહારનું કારણુ કોઈએ હજુ આપ્યું નથી. માંસાહાર અને વનસ્પતિના આહાર એ બે વચ્ચે એવી કદી શાસ્ત્રીય તુલના કરવામાં આવી નથી, કે જેથી એક ઉપર બીજો આહાર સરસાઈ ભોગવવા પાત્ર બની જાય. વ્યક્તિગત કે પ્રજાકીય ઇતિહાસમાં ખોરાકના તત્ત્વ ઉપર ભાર મૂકી કોઇએ એવી શોધ કરી નથી કે