આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૪૧
 

બલિદાનનો એ યજ્ઞ, ભયથી નહિ, સ્નેહને પરિણામે, યુયુત્સુ સ્વજનોને નિહાળી આ સંસ્કારથી બોલાઈ જાય છે:

सीदंती मम गात्राणि म्रुखंच ओअरिशुप्यति । (१-२९)

એ ભાવથી—એ નરમાશથી પર લઈ જતેા પ્રહસન્નિવ ઋષિકેશનો ગીતા એ મહાબોધ છે. એ બોધના સંગીતમાં રુદન નથી, આંસુ નથી, વિલાપ નથી; એમાં છે. મૃત્યુને પણ ઘેાળી પી જનાર વિરાટ સ્વરૂપનું અગ્નિતાંડવ.

लेलिह्यसे ग्र्समान: समंताल्लोकान्समग्रान्वदने ज्वलद्भि:
तेजोभोरापूर्य जगत्समग्र भासस्तवोग्रा: प्रतपंतिविष्णे (११-३०)

સ્નેહવશ નિષ્ક્રિયતામાંથી અગ્નિતાંડવમાં ખેંચી જનાર એ ગીત આર્ય માનસને માત્ર અગ્નિમય રાખતું નથી. ગીતોએ ગાયેલું અગ્નિતાંડવ ઘોર, ગંભીર, આદ્ર અને જગતને નવપલ્લવિત કરવા તત્પર વારિભર્યાં વાદળાં ઉપર થાય છે. વિશ્વરૂપદર્શન યોગનું અંતિમ વાક્ય વિરાટ સ્વરૂપની અગ્નિ રેખાઓમાંથી ઉપસી આવતા सौम्यं मानुषं रूपं ના મુખથી નીચે પ્રમાણે ઉચ્ચાર કરાવે છે :

निर्वैर सर्व भूतेषु (११-५५)

કાયરતામાંથી નહીં, સુંવાળા સ્નેહમાંથી નહી પરંતુ

मृत्यु सर्वंहरश्चाहभ् (१-३४)

ની સાબિતી આપી પ્રલય સમા ઘોર ઝંઝાવાતમાંથી પસાર થઈ નક્કર બનેલા સંસિદ્ધ થયેલા–કહો કે અતિ મૃદુ બનેલા માનસમાંથી જાગતું નિર્વૈર છે. નિબર્ળનુ પલાયન નહિ પણ શૌર્યનુ. સ્મિત એ નિર્વૈર સ્થિતિમાં છે. કાયર, બીકણ, પરાજિત, પરાધીન હિંદુ સાચો આર્ય નથી. સાચે આર્ય ગીતાને અનુસરે છે. મૃત્યુનો ભય હોય એ હિંદુ નહિ, આર્ય નહિ; એ ગીતાધર્મ પાળતો નથી. નિર્વૈરને નામે પાછો પગ ધરનાર કાપુરુષને અને ગીતાને તલમાત્ર પણ સંબંધ નથી.