આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : સાહિત્ય અને ચિંતન
 

‘ગીતાનાં વખાણ કરવાં એ મારી શક્તિ બહારની વાત છે.'

આગાખાની ૫ંથ ઇસ્લામી પંથ છે, એમ આપણે માનીએ છીએ. મુસ્લિમોનો જે અભિપ્રાય હોય તે ખરો. પરંતુ આગાખાની મંદિરો-ખાનાં–માં મેં ગીતાના શ્લોકો અને તેના ગુજરાતી અર્થ ખુલ્લી રીતે લખાયલા મારી જાતે વાંચ્યા છે.

સત્યાગ્રહના સિદ્ધાંતોને અમલમાં મૂકી પ્રખ્યાત થઈ ગયેલા અમેરિકન તત્ત્વજ્ઞ થોરોએ કહ્યું છે કે,

'પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ગીતાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી.’

એકાંતવાસ, તપશ્ચર્યા, ધ્યાન વગેરે અનેક પ્રયોગોમાં મગ્ન રહેતા એ મહાત્મા થેારોએ એક વખત એકાંત જંગલમાં નિવાસ કર્યો. ઝૂંપડીમાં એક સાદી પાટ ઉપર સૂતેલા આસપાસ વિંછી અને સર્પ જેવા ઝેરી જંતુ ફરતાં હતાં. થોરોના મિત્રે ભય પામી તેને સ્થાનફેર કરવા જણાવ્યું. થોરોએ હસીને જવાબ આપ્યો :

‘જયાંસુધી ગીતા મારી પાસે છે ત્યાંસુધી મને કોઈનો ભય નથી.’

આમ અંધશ્રદ્ધા લાગે એવો ગીતામાં વિશ્વાસ રાખનાર અમેરિકન વિચારક હતો અને ગાંધીજી ઉપર એની ભારે અસર છે એ આપણે આશ્ચર્યસહ નોંધવા સરખું છે;

થોરો જેટલેા જ પ્રખ્યાત વિચારક અને સાહિત્યકાર એમર્સન પણ અમેરિકાનો. ગીતાને એ સદા સાથમાં જ રાખતા, અને માનવજાતની મહાન સંપત્તિરૂપે તેને લખતો હતો.

सर्व भूतेषुआत्मानं सर्वभूता निचात्मनी (६-२९)

એ શ્લેાક એમર્સન વાંચતો ત્યારે એનું આખું શરીર પુલક્તિથઈ રહેતું અને તેનું હૃદય નાચી ઊઠતુ. આજનો એક અંગ્રેજ કવિ ઇશરવુડ ગીતા લઈ ગુફામાં બેસી ગયો છે. વિચારમાં પ્રગતિ લાવનાર હકસ્લે પણ અત્યારે ગીતા ગોખે છે.

પરદેશ અને પરધર્મથી નજીક આવી આપણે આપણા જીવનમાં