આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : સાહિત્ય અને ચિંતન
 

અનુકૂળ થવાની મહાશકિત જ દેખાઈ આવે છે. એ મહાશકિત આજ પણ આપણે નિહાળીએ છીએ. શંકરે ગીતા ઉપરથી વેદાંત કેવલાદ્વૈત રચ્યું અને માયાવાદની સ્થાપના કરી. એ જ ગીતાએ બીજા વાદ પણ આપ્યા. એટલું જ નહિ, આજનાં રાજકીય મંતવ્યો પણ ગીતા ઉપર ઘડાયે જાય છે એ ગીતામાં રહેલી સર્વાનુકૂળ બનવાની મહાશકિત જ દર્શાવે છે. આજના સામ્યવાદી એમ. એન. રોય સરખો પણુ ગીતાને જુએ, એ ગીતાનું સામર્થ્ય ઓછું ન કહેવાય.

ગીતાનું નામ આપી, ગીતામાં વધુ વર્ણવેલા ભાવોને સ્ફૂટ કરવાના પ્રયત્નો પણ થયા છે. જ્ઞાનેશ્વરી ગીતા મહારાષ્ટ્રી ભાષામાં અને અખે ગીતા ગુજરાતીમાં જાણીતા તત્ત્વજ્ઞાનના ગ્રંથો છે. વળી ગીતાને ગ્રામ્ય સ્વરૂપ આપી હાસ્યરસ ઉપજાવી તેમાંનો તત્ત્વાર્થ સ્પષ્ટ કરવાનો ગુજરાતી ભાષામાં થયેલો એક ગ્રામગીતા નામનો સુંદર પ્રયોગ એટલા માટે નોંધવાપાત્ર છે કે ગીતાની ફિલસૂફી શાસ્ત્રીઓ, વિદ્ગાનો અને સંસ્કારી કહેવાતા વર્ગમાં જ ફેલાઈ છે; એમ નહીં, પરંતુ અશિક્ષિત ગ્રામ જનતા સુધી તે પહોંચી ગઈ છે, એ તે પ્રયોગથી સમજી શકાય એમ છે. રસમય પ્રયોગ જોવા સરખો છે. અરજણિયો કહે છે:

નાનાંએ મારવાં ને મોટાંએ મારવાં
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા મારવાનો ના મળે. આરો.
એવું તે રાજ કેદિક ના રે કર્યું તો
ચીયો ગીગો રહી ગયો કુંવારો?
કરહાણિયાયા હું તે નથી લડવાનો.

કરહણિયો કહે છેઃ-

મ્હોટા મ્હાટા મહાત્મા ને મ્હોટા પુરસ,
જીણે વાસનામાં મેલ્યેા પૂળો.
અરજણિયા વાસનામાં મેલ્યેા પૂળો,
અલ્યા એવાયે જગત હાટુ કરમ ઢહઈડ,