આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા : ૧૫૧
 

વૈવિધ્યભરી અને સૌરભસ્ફુરિત છે. એમાં જીવન, મરણ અને મરણેાત્તર સ્થિતિ વિષે વિચાર કરવામાં આવ્યો છે; મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધ અને મનુષ્ય તથા પ્રકૃતિ વચ્ચેના સંબંધનો સ્ફોટ કરવામાં આવ્યો છે. સમાજની વિચિત્ર ઘટના, એને પરિણામે ઉપજતાં સુખ અને દુ:ખ, તથા સુખ અને દુઃખથી પર રહી બન્ને ને એક જ ઢાલની બે બાજુ તરીકે ઓળખાવવાની દષ્ટિ સંબંધી વિવેચના કરવામાં આવી છે. વ્યવહારને અને અધ્યાત્મને પરસ્પર ઘટાવવાના માર્ગ એમાં સૂચવાય છે. કર્મની અનિવાર્યતા તેમજ એ કર્મનાં ફળથી અલિપ્ત રહેવાનાં સાધનો પણ ગીતામાં દર્શાવાયાં છે. બાહ્ય અને આંતર ઉપાધિ-વાતાવરણ–મનુષ્યને ઘડે છે એનો અંશત: સ્વીકાર તો એમાં છે જ. પરંતુ વાતાવરણ ઉપર સ્વામીત્વ મેળવી વાતાવરણ બદલી નવીન માનવતા ઘડવાની પ્રેરણા ગીતામાંથી મળી રહે છે. પરિસ્થિતિને વશ તો સહુ થાય. પરિસ્થિતિ ઘડે એમ સહુ ઘડાય. પરંતુ માનવીની વિશિષ્ટતા એ પરિસ્થિતિ બદલવાની ઇચ્છા તથા શક્તિમાં રહેલી છે, અને એ પરિસ્થિતિ સામે ઝુઝવામાં જ માનવ ઉત્ક્રાન્તિ ફલિત થાય છે એવો રસભર્યો બોધ ગીતાના શ્લોકે શ્લોકે ભર્યો છે. પરિણામ દર્શી ગણતરી માનવીએ ઈશ્વરી શક્તિને સોંપી કાર્યમાં જ રત રહેવાનું છે, અને નિષ્ફળતાની જેમ સફળતા માટે પણ પેાતાને એ શક્તિના જ માત્ર વાહક કે વિધેય તરીકે ગણી ચાલવાનું છે. એ ઈશ્વરી શક્તિ શું છે એના પરચા પણ ગીતામાં થયેલો છે. એ ઈશ્વરી શક્તિ

द्यावा पृथिव्योरिदमंतरंहि
व्याप्तं त्वंयैकेन दिशस्च सर्वा: (११-२०)

ના ઉદ્ગારથી ઓળખાય છે. એ ઉગ્ર બનતાં पोકારી ઉઠે છે;

कालोस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत: (११-३२)

આમ મૃત્યુની ઉગ્રતા અને સંહારના પ્રચંડ ઝંઝાવાત ગીતામાં