આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : સાહિત્ય અને ચિંતન
 

પ્રત્યે ચેાખ્ખો અણગમો દર્શાવ્યો છે. જડ ઉપાસના,વેવલાશભરી ભક્તિને નામે સેવાતી હઠ અને સંકોય ગીતાને ગ્રાહ્ય નથી. જ્ઞાન પણ શબ્દજ્ઞાન કે શઠજ્ઞાન બની જાય છે, એ વિષે ગીતા આપણને સાવચેત કરે છે :

यामीमां पुष्पितां वाचं प्रवदंत्यविपशिच्त
वेदवादहता: षार्थ नान्यदस्तीतिवादिन: (२-४२)

માં વર્ણવાયેલા જ્ઞાનીઓ માટે એકાગ્રતા નથી જ, એમ ચોખ્ખું ગીતા જાહેર કરે છે.

વળી વેદાંત, યોગ, સાંખ્ય, ન્યાય અને વૈશેષિક જેવાં આપણાં દર્શનોમાં વર્ણવાયેલા પુરુષ પ્રકૃતિનાં કાર્ય-અકાર્ય ની ખેંચાખેંચીમાંથી સમન્વય સાધવાનો ગીતાનો પ્રયત્ન છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ. અતિ આગ્રહી અને તીવ્ર બુદ્ધિગ્રાહ્ય આપણાં દર્શનો ભ્રમ ઉપજાવી ઇશ્વર અને પ્રકૃતિ સબંધી નિષ્ફળ વાદવિવાદ ઉત્પન્ન કરી આપણને નિષ્ક્રિય કે વિક્રીય બનાવે એ સંભવિત છે, એ સર્વના સમન્વયમાં જ સત્ય સમાયેલું છે. ગીતા એ સમન્વય કરી આપણા જ્ઞાનભ્રમણને સ્થિરતા આપતી હોય તે। તે પણ યોગ્ય જ છે.

આર્યાવર્તે ઉપજાવેલી ધર્મ ભાવનાની પાંચ શાખાઓ : શૈવ, ભાગવત, બૌદ્ધ, જૈન અને તંત્ર–જેમાંથી આપણે શાક્ત મતને પણ પ્રગટતો જોઈએ છીએ. ઈશ્વરના કર્તૃત્વનું સ્વરૂપ એ શાખાઓની વિભિન્નતાનું લક્ષણ. સંભવિત છે કે એ સર્વ માર્ગોનું દોહન કરી સર્વાનુકૂલ બનવાની વૃત્તિમાંથી ગીતાનો જન્મ થયો હોય. ગીતાની અધ્યાય ઈતિ પણ ગીતાને ભગવદ્ગીતા કહે છે; ઉપનિષદ્, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્રના સ્વરૂપે તેને ઓળખાવે છે. આમ ભક્તિમાર્ગીય ભાગવત પંથ, બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ સૂચિત વેદાંત-શૈવ, સંપ્રદાય અને યોગનો સ્વીકાર કરી ચુકેલા બૌદ્ધ અને જૈન પંથો પણ અહીં વિચારાયા હોય તો તે અસંભવિત નથી, તંત્રનું સૂચન કરતો રાજવિદ્યા–રાજગુહ્ય યોગ પણ એમાં જોનારને જડી આવશે.

વર્તમાન યુગના નેતાઓએ પાતાની ઢબે ગીતાને અપનાવી