આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વલ્લભ સંપ્રદાયની અસર—
સાહિત્ય અને જીવન ઉપર.
 



૧. વલ્લભાચાર્યનો જન્મ ઈ. સ. ૧૪૭૯ માં. બાવન વર્ષનું તેમનું આયુષ્ય. ઈ. સ. ૧૫૩૧ માં અવસાન. પંદરમી સદીનો અંત ભાગ અને સોળમી સદીના પ્રથમ ભાગમાં તેમની કારકિર્દી.
૨. ભક્તિમાંની વ્યાપકતા ૧૧ મી સદીથી એટલે રામાનુજાચાર્યથી શરૂ થઈ, એમ ઐતિહાસિક દષ્ટિએ કહી શકીએ. જો કે એ માર્ગ ધણો પ્રાચીન છે અને એના તંતુ વેદકાલ સુધી પહોંચે છે. હિન્દુ ધર્મને લોકપ્રિય, લોક્ભાગ્ય બનાવવામાં ભક્તિમાર્ગનો મહત્વનો ભાગ છે. આક્રમણકારી ઈસ્લામ સામે હિન્દુ ધર્મની ઊર્મિ ઢાલ તરીકે ભક્તિમાર્ગને મૂકી શકાય. ભક્તિમાર્ગે હિન્દુ-મુસ્લિમ સમન્વયમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. રામાનુજ, નિમ્બાર્ક, મઘ્વ, રામાનંદ, ચૈતન્ય, કબીર જેવા આયાર્યોમાં વલ્લભાચાર્યનું સ્થાન છે. ચૈતન્ય અને વલ્લભ લગભગ સમકાલીન, બંને સંપ્રદાયમાં રાધાકૃષ્ણની ભક્તિ ઉપર ભાર મુકાયો છે.
૩. ભક્તિસંપ્રદાયને – ખાસ કરીને કૃષ્ણભક્તિને – ભાગવતના દશમ અને એકાદશ સ્કંધમાંથી ખૂબ પ્રેરણા મળી. કદાચ વલ્લભાચાર્યે પોતાનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રચલિત રાધાકૃષ્ણના માન્ય થઈ ચૂકેલા ભક્તિમાર્ગ સાથે સકલિત કરી લીધો હોય અને તેમ કરી પેાતાના શુદ્ધાદ્વૈતવાદને તેમણે પુષ્ટિ આપી હોય.

૪. ગુજરાતના આદ્યકવિ ગણાતા નરસિંહ મહેતાનો જન્મ ૧૪૭૦ એટલે લગભગ વલ્લભાચાર્ય કરતાં નવ વર્ષ પહેલો મુકાય છે. ચૈતન્યનો જન્મ ઇ. સ. ૧૪૮૬ એટલે વલ્લભાચાર્ય પછી સાત વર્ષે આવે. એટલે ગુજરાતી સાહિત્યની શરૂઆત કરનાર નરસિંહ મહેતા ઉપર વલ્લભાચાર્યની અસર હેાવા કરતાં ભાગવત અને પ્રચલિત રાધાકૃષ્ણ ભક્તિની અસર વધારે હાય એમ કહી એમ