આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : સાહિત્ય અને ચિંતન
 

કહી શકાય; જો કે એ ત્રણે ભક્તિમાર્ગના આચાર્યો અને ભક્તો લગભગ સમકાલીન હતા, સમપ્રવાહને ઝીલી રહ્યા હતા અને અરસપરસ આડકતરી અસર થઈ હોય એ સંભવિત છે. વલ્લભાચાર્ય કરતાં પણ તેમના પુત્ર વિઠ્ઠલનાથની અસર પુષ્ટિમાર્ગ ઉપર વધારે વેગવાન બની હેાય એમ લાગે છે. પ્રચલિત ભક્તિમાર્ગને આમ સિદ્ધાંત અને પંથની મહત્તા મળતાં તે વ્યાપક બન્યો, અસરકારક બન્યો અને લોકજીવનના હૃદયપટ ઉપર ચિરંજીવ કોતરાઈ રહ્યો એમાં જરાય શક નથી. કૃષ્ણ-ભક્તિને આમ સાહિત્યમાં લાવવાનું મોટા ભાગનું માન હિંદી અને ગુજરાતી ભાષામાં વલ્લભ સંપ્રદાયને મળે છે.

૫ ભક્તિમાર્ગ એટલે ઊર્મિ પ્રધાન માર્ગ. સાહિત્ય પણ મોટે ભાગે ઉર્મિ ઉપર રચાય છે. અને કાવ્ય સાહિત્ય તો ખાસ કરીને. એટલે કૃષ્ણભક્તિ, કૃષ્ણચરિત્ર, અને કૃષ્ણકથાના આઠ પ્રસંગો પણ સાહિત્યમાં પ્રવેશ પામ્યા. એમાંનો મેાટો ભાગ વલ્લભ સંપ્રદાયની અસર નીચે ખીલ્યો કહી એમ શકાય.
૬ વલ્લભ સંપ્રદાય એ સામુદાયિક ઉત્સવ અને મૂર્તિ પૂજા ઉપર ખૂબ ભાર મૂકતો સંપ્રદાય હોવાથી તે જનપ્રિય અને તેથી સાહિત્યપ્રિય પણ થઈ પડયો. કૃષ્ણરાધા, કૃષ્ણગોપી, બાલકૃષ્ણ અને યશેાદા એ શૃંગાર અને વાત્સલ્યનાં પ્રતીક બની ગયાં અને એ પ્રતીકદ્વારા કવિઓની રસિકતાએ પોતાના ભાવદર્શનનો બહુ જ મોકળો માર્ગ મેળવ્યો. રત્નો, રાજે, પ્રેમાનંદ અને દયારામ જેવા લલિત અને મહાનકવિઓ મોટે અંશે વલ્લભ સંપ્રદાયનાં ફળ કહી શકાય; દયારામ તો ખાસ કરીને. જો કે દયારામ પુષ્ટિમાર્ગીય ધર્મગુરુ પ્રત્યે ઠીક ઠીક કડક રહેતા છતાં.
૭ ગરબીઓ-ખાસ કરીને નવરાત્રિમાં ગવાતી ગરબીઓ, તિથિ, માસ અને ઋતુનાં કાવ્યો, શૃંગારભરપૂર દાણીલીલા અને પાટની રમતો દર્શાવતાં પદ, ભક્તિની તીવ્રતા અને વિરહ તથા પશ્ચાત્તાપની સાચી લાગણી દર્શાવતાં કાવ્યોનો સમૂહુ એ પણ આ સંપ્રદાયની જ અસર ગણી શકાય.