આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : સાહિત્ય અને ચિંતન
 

(૫) ઈ. સ. પૂર્વે ૨૭ માં સીઝર સ્પેનમાં યુદ્ધ કરતો હતો ત્યારે તેણે એક ભારતીય પ્રતિનિધિ મંડળની મુલાકાત લીધી હતી.

(૬) સીઝર પછી થયેલા રોમન સમ્રાટ ઓગસ્ટસે ઈ. સ. પૂર્વે ૨૧ માં સામોસ નામના ગ્રીક ટાપુમાં હિંદી પ્રતિનિધિઓને મુલાકાત આપી હતી. ગ્રીક ઇતિહાસકારો પ્રતિનિધિમંડળ મોકલનાર રાજાને પાંડીયન રાજા કહે છે. એ ભારતીય રાજાએ મેકલેલો સંધિલેખ ગ્રીક ભાષામાં હતો એ પણ નોંધ કરવા જેવી હકીકત છે. ઉપરાંત વધારે નોંધપાત્ર આપણા ગુજરાતને માટે તો એ છે કે એ પ્રતિનિધિ- મંડળમાં ભરૂચના એક શ્રમણાચાર્ય પણ ગયા હતા, જે મુસાફરી કરતાં કરતાં એથેન્સ નગરમાં જાતે બળી મર્યા હતા.

(૭) રોમન શહેનશાહ ક્લેાડીઅસના રાજ્યમાં ઈ. સ. ૪૧ માં લંકાનું પ્રતિનિધિમંડળ પહોંચી ગયુ હતું. એ પ્રતિનિધિમંડળની માહિતીના આધારે પ્લીનીએ પોતાની સુપ્રસિદ્ધ ભૂગોળનો કેટલોક વિભાગ લખ્યા હતો.

(૮) ઈ. સ. ૮૯ માં કુશાન રાજવીએ ચીનમાં પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું.

(૯) ઈ. સ. ૧૦૯ માં રોમન સમ્રાટ ટ્રોજનના દરબારમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળને રોમમાં થતા જાહેર રમત ગમતના ખેલોમાં આમંત્રણ આપી હાજર રાખવામાં આવ્યું હતું.

(૧૦)રોમન સમ્રાટ એન્ટોનીયસના દરબારમાં ઈ.સ. ૧૩૮માં પણ ભારતીય પ્રતિનિધિ મંડળ હતું એવા ઉલ્લેખ મળી આવ્યા છે.

આટલાં દશ મંડળોની હકીક્ત અહીં બસ થશે. આ ઉપરાંત પ્રાચીન કાળમાં ભારતથી પરદેશ ગયેલાં અને પરદેશથી ભારતમાં આવેલાં પ્રતિનિધિ મંડળનો ઇતિહાસ એ યુગના રાજકીય, સાંસ્કૃતિક તથા વ્યાપાર વિષયક સંબંધનો બહુ મનોરંજક ઇતિહાસ પૂરો પાડે એમ છે. ચીન, મધ્ય એશિયા, સુવર્ણદ્વીપ તથા અરબસ્તાન વગેરે પ્રદેશ સાથેના પ્રતિનિધાન દ્વારા બંધાયલા સબંધો આપણને ઘણી ઘણી વાત કહી જાય એમ છે. રાણી ઇલીઝાબેથે મોકલેલા સર-ટોમસ–રોનું પ્રતિનિધાન મોગલાઈ યુગમાં હતું. આ પ્રતિનિધિ મંડળો એટલું તો સાબિત