આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દષ્ટિએ :૯
 

કહેવાય એનું કશું લખે પણ છે! નહિ તો સાહિત્યમાં મૂકી ન શકાય એવું ઘણું ઘણું ઉપસાહિત્ય સાંભળવાનું જોખમ તેમણે વહોરી લેવું પડશે. આમ સાહિત્ય પ્રત્યે સામાન્ય દૃષ્ટિ કરતાં પ્રથમ તો લાગે છે કેઃ

(૧) સાહિત્ય એ ઈશ્વરી પ્રેરણા કે કુદરતદીધી કરામત છે, એમ ભલે વિવેચકો કહે. સાહિત્યકારોએ તે માનવાની જરૂર નથી.

(૨) સાહિત્યમાં ઊંડી વિદ્વત્તા, કુશાગ્રબુદ્ધિ કે ગગનચુંબી ઊર્મિના ઝોલા ભલે આવતા હોય; સાહિત્ય સિવાય બીજા કશા સંચલનમાં એ ન જ આવે એમ માનવું એ સાહિત્યની મર્યાદાઓ ન ઓળખવા જેવું થશે.

(૩) સાહિત્યનું અહં સાહિત્યકારને અહંકારી બનાવે ત્યારે એ સાહિત્ય અને સાહિત્યકાર આક્રમણકારી પ્રગતિરોધક બળ બની જાય છે

(૪) સાહિત્ય ગાંભીર્યરહિત વાતોડાપણાથી–વેવલાશથી કોઈ પણ કારણે સોંઘું અને હાસ્યજનક બનવું ન જોઈએ. વળગાડ કે ઉપદ્રવ બની બેસનાર સાહિત્યકારો આપણા ધારવા કરતાં ઓછા તો નહિ જ હોય

(૫) સાથે સાથે સાહિત્યે શરમાવાની જરૂર નથી, સંકોચાવાની જરૂર નથી, હીનતાસૂચક લધુમાનસગ્રંથેિ ઉપજાવવાની પણ જરૂર નથી. કારણ? સાહિત્ય એક વ્યાપક પ્રજાકીય અને પ્રજાપ્રિય સંચલન જે| પ્રવૃત્તિ છે.

[૪]

સાહિત્યના સાર્વજનિક સ્વરૂપ ઉપર ભાર મૂકવામાં એક બે કારણો છે. એક કારણ તો એ કે સાહિત્ય અને જનતાને કશો સીધો સબંધ ન હોય એવી એક મોટાઈ સાહિત્યને અંગે પ્રવેશ પામી ગઈ હતી અગર પામી ગઈ છે. દલપત અને નર્મદ સુધી સાહિત્યનું સાર્વજનિકપણું અમુક અંશે સચવાયું. પણ પછી તો સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષાના યુનિવર્સિટીના અભ્યાસે જે સાહિત્યકાલ ઉતાર્યો એની નૂતનતા અને એનાં વૈવિધ્ય સ્વીકારવા છતાં એમાં એક સ્પષ્ટ એ ખીલતું ગયું કે સાહિત્યે અંધોળ ધારણ કરી સામાન્ય જનતાના વલણ સ્પર્શથી વેગળા રહેવા માંડયું. નવલરામે આપણી કવિતાશૈલીના બે