આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી: મિયાણા : ૨૧૧
 


આ આખી કથા જસ્ટીસ બીમન અને કિનકેડ જેવા અંગ્રેજોએ નોંધી છે. એમાં મિયાણા કોમનું તાદૃશ્ય પ્રતિબિંબ પડે છે. આજે તો મિયાણા લૂંટારા અદૃશ્ય થયા છે, છતાં પૂછવાનું મન થાય કે મિયાણો બહારવટિયો વધારે સારો કે કાળા બજાર કરી ધનિક બનતો આજનો વેપારી સારો ?