આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દષ્ટિએ :૧૩
 

પણ વધારે સુમધુર છે, એમ કોઈ પણ કાવ્યશાસ્ત્રી, આજ પુરવાર કરી આપે એમ છે.

[૫]

વળી સંગીત કે અને ગીતને અને કાવ્યને જાણે બાપમાર્યાનું વેર હાય એવી માન્યતાને પોષ્યા કરવા પાછળ હવે તો પશ્ચિમની કવિતાના અભ્યાસનું આંધળું અનુસરણ કારણરૂપ છે એમ માનવાનું મન રહ્યા કરે છે. કાવ્ય અને સંગીત એ બને ભિન્ન કલાઓ છે એ આપણે કબૂલ કરીએ. પરંતુ એ બન્ને કળા પરસ્પર મળી જ શકે નહિ, ભળી જ શકે નહિ, એ માન્યતા સંગીત સિવાય કાવ્ય રચી જ શકાય નહિ એવી સામી બાજુની માન્યતા સરખી જ દુરાગ્રહી છે. અંતે તો કાવ્ય એ એક વિશિષ્ટ રીતિ છે, જેમાં વાણી દ્વારા ઉર્મિને અવતાર આપવામાં આવે છે. સંગીત, નૃત્ય, ચિત્ર અને સ્થાપત્ય એ સર્વ કલાઓ જુદા જુદા વિષયો દ્વારા ઊર્મિને અવતાર આપે છે. લય, પ્રમાણ અને પાશ્વભૂમિ ( Back ground ) એ સર્વ કલાઓને ઉપજાવનારાં, તો એકબીજાનું દ્યોતન કરે છે એમાં કયું કલાપાપ થઈ જાય છે એ સમજી શકાતું નથી. ભજવાતું નાટક એ સર્વ કલાઓનો ગુચ્છ બની શકે છે સર્વાનુભવરસિક સત્વ છે. પશ્ચિમમાં આખાં નાટકો અને નાટકો સંગીતમાં રચી ભજવી બતાવાય છે એ જાણ્યા છતાં શો કે ઇબ્સેન વાંચવાના ઘમંડ નાટય સંગીત પ્રત્યે અભાવ અનુભવવાનું વલણ પણ આ જ કક્ષામાં આવી જાય છે. વેલ્સના નાટકમાં સંગીત નથી, માટે હું વેલ્સનો સુઘડ અભ્યાસી ગુજરાતી નાટકોમાં પણ સંગીત કેમ કરીને સહન કરી શકું? મારી પ્રગતિશીલતા નાટકમાં સંગીત સ્વીકારથી ઘટી જાય ! આવી મોટાઈ મને ઘણી રૂઢિઓ સ્વીકારવા યોગ્ય હોવા છતાં સ્વીકારવા દેતી નથી અને પ્રયોગશીલતા ઘટાડી મારી પ્રગતિની ધગશને પ્રગતિવિરોધી બનાવી મૂકે છે.

વળી કલાઓમાં અનુકરણનો અંશ તો રહેલો છે જ. કુદરતનું વર્ણન એ એક પ્રકારનું કુદરતનું અનુકરણ–પુનઃકથન છે, સૂર્યોદય કે ચંદ્રોદયનું ચિત્ર અગર વીરરસ કે કરુણ દશ્યની કવિતા એ પણ અનુકરણ હોવાથી જે તે પ્રસંગ કરતાં નાનાં અને સાંકડાં હોય છે એમ