આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ :૧૭
 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

અખાએ ચેાપાઈ કે છપ્પામાં જે ચીમટાભરતું ચિંતન આપ્યું છે: તે હજી બીજે મળી શકયું નથી:

અખા એ અંધારો કૂવો
ઝઘડો ભાંગી કાઇ ના મૂઓ.

ગેય પદમાં દયારામે જે ચિંતન આપ્યું છે તે ખરેખર બેનમૂન છે.

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે,
દોરી સર્વની એના હાથમાં
ભરાવ્યું ડગલુ ભરે,
જેવો જંત્ર વગાડે જંત્રી
સ્વર તેવો નીસરે.

ભેાળાનાથની પ્રાર્થનામાળા પૃથ્વી સિવાયના કૈંક છંદોમાં સુંદર ચિંતન વિકસાવી શકે છેઃ

તારા અપાર મહિમા નહી કોઈ પામે,
વાણી સહિત મનવેદ સહુ વિરામે.
તારા અભેદ્યં પટમાં નહી કલ્પનાઓ,
હેવિશ્વનાથ, પ્રભુ ! નિત્ય પ્રસન્ન થાઓ.

ચિંતનના સાગર સરખી ગીતાનો મોટો ભાગ સાદા અનુષ્ટુપમાં ઊતરી શકયો છે. એટલે ચિંતનભાર વગર કવિતા હોઇ જ શકે નહિ અને ચિંતન પૃથ્વી છંદ વગર કાવ્યમાં લાવી શકાય જ નહિ એવી ઘેરી બનાતી જતી માન્યતા સહેજ ચિંતનમય પરીક્ષા માગે છે. આપણાં કંઇક ભજનો પૃથ્વી છંદ કરતાં વધારે ચમકતુ ચિંતન આપે છે.