આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૨૭
 

એનામાં આપણા સરખા જ ગુણ હોય છે અને દોષ હોય છે. સામાન્ય માનવીને લાગણીઓ થાય છે એ જ લાગણીઓ એને પણ થાય છે. સામાન્ય માનવી બોલે છે એજ ભાષા સાહિત્યલંકાર પણ બોલે છે.એટલે સાહિત્યકારની આસપાસ આપણે વાણીની ચાંપલાશ, ન સમજાય એવા વિચારો અને કલ્પનાનું ધુમ્મસ, લાકડી મારીને સમજાવવી પડે એવી કષ્ટપ્રદ ઊર્મિ જોવા પ્રેરાઈએ તો તે બરાબર નથી. આપણી સામાન્ય વાણી અને સાહિત્યકારની વાણીમાં માત્ર એટલો જ ફેર કે સાહિત્યકાર અભ્યાસથી કે પ્રેરણાથી એવી વાણી વાપરે છે કે જેમાં બળ હોય, તેજ હેાય, નવી નવી કલ્પનાઓ ઉધાડે એવી વિશાળતા હોય, અને પુષ્પ જેવી સુકુમારતા હોય. સામાન્ય વાણી બોલાઈને ભૂલી જવાય છે. સાહિત્યકારની વાણી સંગ્રહી રખાય છે. આપણું હૃદયમાં ભક્તિભાવ ઉભરાય ત્યારે આપણે કહીએ :

‘હે પ્રભુ, તું વ્યાપક છે, તારી લીલા અપાર છે, તારી કળા કળાતી નથી.’ જ્યારે નરસિંહ મહેતા સરખા સાહિત્યકારની વાણી છંદમાં ઊતરી આજ પાંચસો વર્ષથી સંભારી સાચવી રાખવા જેવી શબ્દાવલિ ઉચ્ચારે છે કે:

અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનન્ત ભાસે.
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.


આમ સાહિત્ય સહુને સમજાય એવી છતાં આપણું સામાન્ય શબ્દો કરતાં વધારે સારી શબ્દરચના ઊભી કરે છે, આપણે ઊડી શકીએ એટલે ઊંચે ઊડવા દઈ પછી આપણો હાથ ઝાલી કોઈ નવી કલ્પનાસૃષ્ટિ આપણને બતાવે છે, આપણુ લાગણીઓને હેાય એના કરતાં વધારે તીવ્ર અને વિશુદ્ધ કરે છે અને આમ આપણી માણસાઈને વધારે ઓપ આપી આપણને વધારે સારા માનવી બનાવવાનું સાધન રચી આપે છે.

પ્રજાએ અનેક પ્રકારનાં ધન ઓળખ્યાં છે. અર્થ ઉપર–ધન ઉપર આબાદી રચી શકાય એમ અર્થશાસ્ત્ર કહે છે. હજી માનવી – કે પ્રજા