આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : સાહિત્ય અને ચિંતન
 

સુખ-દુ ખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં કોઈનાં નવ ટળે.

અને આપણને અશ્રુભીના નિહાળતાં કલાપીનું ગુંજન ગુંજી ઊઠે છે કેઃ

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની

ફેડ–કે ફાઉડ કહે છે તેમ, કદાચ પ્રેમને જાતીય આકર્ષણનો ઝોક આપણા આખા જીવનને ઘડતો હોય કે ભાંગતો હોય. પરંતુ આખી માનવપ્રવૃત્તિની કુંચી એમાં જ રહી છે, એ સિવાય બીજા કશામાં જ નહિ, એવું કથન સ્વીકાર માટે હજી વધારે પુરાવા લાગે છે. એ સિવાયના કૈંક સુંદર ભાવ અપણા જીવનને ઘડી રહ્યા છે. રાખડી બાંધતી બહેન, નિસ્વાર્થ મિત્ર, બદલો ન માગતું વાત્સલ્ય એ સર્વ આપણા માનવજીવનની મોંઘી સમૃદ્ધિઓ. એ બધાય ભાવને જીવતા રાખતા સાહિત્યથી માનવજાત-હું અને તમે—કેટલે દૂર ભાગીશુ ?

કદાચ કોઈ એમ કહે કે તત્વજ્ઞાન સાહિત્યને ધક્કો મારે ! તપશ્ચર્યા સાહિત્ય સામે જુએ પણ નહિ . ઈતિહાસને સાહિત્યને અડે પણ નહિ ! |

મારી સલાહ છે કે આપ એ સાચું ન માનશો. સાહિત્ય વગર તત્ત્વજ્ઞાનને, તપશ્ચર્યાને કે ઇતિહાસને પણ ચાલ્યું નથી.

ગીતા તો તત્ત્વજ્ઞાની જરૂર વાંચે. ઉપનિષદ્ પણ તત્ત્વજ્ઞાની જરૂર જુએ. આટલી નાનકડી વાતચીતમાં હું તમને કેમ બતાવી શકું કે ઉપનિષદ અને તેના દેહનરૂપ ગીતામાં કહિતા-સાહિત્ય તો ભર્યું ભર્યું છે ! વિરાટ દર્શન ની ભવ્ય કલ્પના બાજુએ મૂકીએ. વિભૂતિયોગ તો વાંચ્યા છે ને ? પ્રભુના પ્રત્યેક વિભૂતિમાં સમાયેલા સ્વરૂપના વર્ણનને કવિતા નહિ કહીએ તે બીજે કયાં કવિતા જડશે?

વળી

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જુજવે રૂપે અનંત ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.