આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ : સાહિત્ય અને ચિંતન
 

લાવવા છતાં તેમાં વર્તમાન જીવનનો પડઘો અચૂક સંભળાય છે.

આ ઐતિહાસિક નવલકથા આપણે ત્યાં “કરણઘેલા'થી શરૂ થઈ અને અત્યારે બહુ સુંદર વિકાસ પામી છે. એમાં ‘કરણઘેલાના કર્તા સ્વ. નંદશંકર પછીનાં કેટલાંક નામ આપણને જડી આવતાં હોય તો ગુજરાતી” પત્રના કેટલાક લેખક, તેમજ 'ગુજરાતી પંચ'ના પણ કેટલાક વાર્તાલેખક યાદ આવે છે. “સુંદરી સુબેધ'ની આસપાસ રચાયેલું ભોગીન્દ્રરાવ, રામ મોહનરાય વગેરે બંધુસમાજના સભ્યોનું વર્તુલ ભૂલાય નહિ જ. વળી વાર્તા સાહિત્યને નવું સ્વરૂપ આપનાર શ્રી. કનૈયાલાલ મુનશીને પણ વિસરી શકાય નહિ. એમણે પ્રાચીનકાળનું જે ગૌરવભર્યું આલેખન કર્યું છે તે એમને એક ઊંચી પ્રતિના કલાકારનું અવશ્ય સ્થાન આપે છે.

આ ઉપરાંત આપણું લોકસાહિત્યમાં તારાચંદ્ર અડાલજા, મેધાણી, રાયચુરા એઓએ પણ સારો ફાળો આપ્યો છે; અને એમણે કાઠિયાવાડના ઈતિહાસને બહુ જ ભભકભર્યો ચીતરી બતાવ્યો છે. પણ એઓ સામે એક આક્ષેપ કરવો પડશે ! બહારવટિઆ, ચોર, લૂંટારા, કૂર, ખુની અને ડાકુઓ જાણે કાઠિયાવાડમાં જ હોય એ જાતનો ભ્રમ એમણે ઊભો કર્યો છે ! પણ ગુજરાતીઓ તેમને ખાતરી કરી આપશે કે તળ ગુજરાતમાં પણ એ બધા છે: વિપુલ પ્રમાણમાં ! શૌર્ય, વીરત્વ, ધર્મભાવના અને ટેકની કલ્પનામાં રહેલું સારામાં સારું તત્ત્વ ખેંચી લઈ તેનું ઉનત દર્શન એ લેખકોએ કરાવ્યું છે. એવા મેઘાણી કે રાયચુરા હજુ તળ ગુજરાતને માટે જન્મયા નથી માટે વિનંતી કે અમારા ગુજરાતના ગુનેગારોને પણ એમણે અમર કરવા !

સામાજિક નવલકથામાં હવે આપણે રાજરાણીથી દૂર જઈએ છીએ. રાજાને સાત રાણીઓ હેાય અને એનાથી એને જેટલી મૂંઝવણ થાય એના કરતાં આજના એક યુવકને કન્યા મળતી હોય કે ન મળતી હોય તેથી અનેકગણી મુંઝવણું થાય છે ! અને એવાં નાનાં માણસો, ભણેલાઓ, ખેડૂતો, શ્રમજીવીઓ વગેરેના જીવનમાં પણ જીવનમાં એવાં તત્વો છે જેને વાર્તામાં સ્થાન આપી શકાય. એવાં વ્યકિતગત, સાંસારિક જીવનનાં વાર્તામાં વણવાની ભાવના જાગૃત થઈ, અને તેમાંથી સામાજિક નવલનો ઉદ્ભવે થે.