આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૪૭
 

કાલ્પનિક મૂર્તિઓ - ચરિત્રો દોરતી વખતે સ્થળ અને કાળ એ બંને બહુ જ આવશ્યક તત્વો ગણવાં જોઈએ. “કરણઘેલા’માં ભૂતપ્રેત, મંત્ર, જંત્ર, એ સર્વના દશ્યો બહુ સચોટપણે દર્શાવવામાં આવ્યાં છે. આજનો યુગ વહેમી તો છે જ. છતાં એના વહેમમાં મંત્ર, જંત્ર કે ભૂતપ્રેત ‘કરણઘેલા' ઢબે આવી શકે નહિ. અને આવે તો પણ તે થિયોસોફી અગર ક્રિશ્ચિયન સાયન્સના રંગથી રંગાઈને જ કાંઈક શાસ્ત્રીયપણું ધારણ કરી ને જ આવી શકે. એટલે વીસમી સદીનાં ભૂતનું વર્ણન ઓગણીસમી સદીનાં ભૂતનું વર્ણન કરતાં તદન જુદુ જ હોય. અરેબિયન નાઈટસનો 'જીન' આજ કામ ન લાગે, પરંતુ આજ મંગળની મુસાફરી કે વીસ કલાકની પૃથ્વી પ્રદક્ષિણાના સ્વરૂપમાં જૂનો જીન વેશપલટો કરી શકે.

ગુજરાતમાં ઐતિહાસિક નવલકથા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થઈ. નંદશંકરનો “કરણઘેલો', મહીપતરામનો 'વનરાજ ચાવડો' તથા 'સિદ્ધરાજ જયસિંહ' અને ફાર્બસની 'રાસમાળા’માંથી આપણી ઐતિહાસિક નવલકથા શરૂ થઈ. એ પછી મુંબઈના 'ધી ગુજરાતી' સાપ્તાહિકની ઐતિહાસિક વાર્તાઓએ ગુર્જર સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાને ઘડી છે. એ પ્રથા હજી સુધી અટકી નથી. મરાઠી અને બંગાળી તરજુમાઓએ પણું ઐતિહાસિક નવલકથા ગુજરાતીમાં ઠીક ઠીક ઉતારી છે. હરિનારાયણ આપ્ટે, બંકિમચંદ્ર અને રમેશ દત્તની ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતીમાં ઊતરી છે, અને તેમણે ગુજરાતી વાડ્મયને સમૃદ્ધ પણ કર્યું છે. વીસમી સદીના બીજા દશકામાં મુનશીની ઐતિહાસિક નવલકથાઓએ ઉચ્ચ કલાસ્વરૂપ ધારણ કર્યું એટલું જ નહિ, પરંતુ પૂરો આકાર ન પામેલી એતિહાસિક નવલકથાને મુનશીદ્વારા સ્વતંત્ર ગુજરાતીપણું મળ્યું અને ત્યાર પછી તો સામાજિક નવલકથાની સામે ઐતિહાસિક નવલકથાઓ પણ ગુજરાતી સાહિત્યનો બહુ જ મહત્વનો વિભાગ થઈ પડી છે.

ઐતિહાસિક નવલકથા અને તેના ઘડતર વિષે ફરી વિચાર કરી જોઈએ.

(૧) ઐતિહાસિક નવલકથા એટલે ઇતિહાસથી મર્યાદિત થયેલી નવલકથા ઈતિહાસના નકશામાં ગોઠવાઈ જાય અને નકશાથી ખાસ જુદી તરી ન આવે એવા એવા પ્રકારની કલ્પનામિશ્રિત કથા એનું નામ