આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટક : ૬૩
 

કહી શકાય. એના વિકાસની સારી શકયતાઓ છે.

  • *

નૃત્યમાં અનુકરણ–અભિનય ભળે, કોઈના ચાળા પાડવાના હોય,કોઈનો સ્વાંગ ભજવવાનો હોય ત્યારે નૃત્યમાંથી ગતિ ઘટી જઈ અભિનયના પ્રયોગ ઉપર ભારે ભાર મૂકતાં નાટયરચનાનેા ઉદ્ભવ થાય છે. દેહનીગતિ ઉપરાંત હલન, વાણી અને વેશની સહાય એ પ્રયોગને મળી જાય છે.એટલે દેહની માત્ર કલામય ગતિને ગૌણ સ્થાને મૂકી સ્વાભાવિક હલનયલન, ઉચ્ચારણ અને સ્વાંગના આશ્રય લઈ નાટક રચવામાં આવે છે.

એ પહેલાંજ નૃત્ય વ્યક્તિગત મટી ગયુ હોય છે; એ સામુદાયિક બન્યું હોય છે. એક જ વ્યકિત નહિ પણ આખા જનસમૂહ નૃત્યમાં ભાગલે, આખી કોમ Community ગ્રામ સમૂહ, જ્ઞાતિ – Tribe - ના સમૂહ એ નૃત્યના વંટોળમાં સર્જકતા ધારણ કરતાં બની જાય છે. અને એક કરતાં વધારે વ્યક્તિ નૃત્યમાં ભેગી મળે એટલે નાટકનાં પાત્ર – પાત્રા-લેખન કે પાત્રસર્જનની આદ્યરચના આપોઆપ ઉપસી આવી નાટકના પ્રફુલ્લ ઉધાડની પકવતા ધારણ કરે છે.

સ્ત્રી એકલી નર્તન કરે કે પુરુષ; તેમાં પુરુષ કે સ્ત્રી ભાગ લેવા પ્રેરાય,એટલે આખું નૃત્ય – આલેખન જુદી જ ભૂમિકા ધારણ કરે. પાત્રરચનાની સૂષ્ટિનો અહીં ઉદ્ભવ. સ્ત્રી અને પુરુષ ભેગાં થાય એટલે આખી માનવ-સૃષ્ટિનું એકમ રચાય. ભાવ અને પ્રસંગની પરંપરા એક બીજાને અસર કરતી, એક બીજાંનો આશ્રય લઈ વિકસતી આખા જીવનને કે એ જીવનના જીવંત ટુકડાને અભિનયમાં ઉતારી ફરી પ્રત્યક્ષ કરે છે, અને તેમાં ઊર્મિ કે પ્રસંગને વધારે શણગારવાનો, એને વધારે સ્પષ્ટ કરવાનો મોકો મેળવે છે.

સ્ત્રી અને પુરુષના સંસર્ગ એટલે માનવસૃષ્ટિનું એકમ. એ એકમનો મુખ્ય ઝોક સર્જનના કોઈ અગમ્ય ઉદ્દેશને લઇને અનિવાર્ય લગભગ અપરિહાર્ય –આકર્ષણનું સ્વરૂપ ધારણ કરે છે જેને આપણે સામાન્ય ભાષામાં પ્રેમને નામે ઓળખીએ છીએ. એ આકર્ષણના ઉદ્ભવ આકર્ષણમાં આવતાં વિઘ્નનો સામનો કરવા માટેનો માનવ પ્રથાનો, પ્રયત્નોની સફળતા કે નિષ્ફળતા :વ્યક્તિગત આકર્ષણની