આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : સાહિત્ય અને ચિંતન
 

કરી આપવા માટે મર્યાદિત, આંખને ગમે એવી સૌષ્ઠવભરી અને પ્રસંગાનુકુળ ગતિયેાજના જરૂર માગે.

અને ધીમે ધીમે મહાન; શાસ્ત્રીય મુદ્રાઓથી ગ્રંથિત અને અંગ વળોટની સુશ્લિષ્ટ પરંપરાવાળું નૃત્યશાસ્ત્ર ઊભું થઈ જાય છે.

તાલ અને લય આવતાં સંગીત જરૂર પ્રવેશ પામવાનું. સંગીતનો એક મહાગુણ છે અણધારી જગ્યાઓમાં, અણકલ્પ્યા પ્રસંગેામાં એ માનવકલા પ્રવેશી જાય છે. મુખ્ય કલા તરીકે અગર ગૌણ અંગ તરીકે પણ સંગીતને જયાંત્યાં ઘૂસી જતાં આવડે છે. સંગીતમાં એવું આવકાર-પાત્ર તત્ત્વ રહેલું છે કે એક વખતે પ્રવેશ પામ્યા પછી તેને ત્યાંથી ખસેડવું મુશ્કેલ બની જાય છે- લગભગ અશકય બની જાય છે.

પછી તેમાં ભળે છે અભિનય–અનુકરણની કલા, અનુકરણ માત્ર અનુકરણ રહેતું નથી, નકલમાં અસલને સુધારવાના, શણગાસ્વાનો, ઘેરા રંગ પૂરવાનો સ્વભાવ પણ રહેલો હોય છે. અહીં નાટકનું મુખ્ય તત્ત્વ માનવીની નૃત્યકલામાં પ્રવેશ પામી મૂળ નૃત્યકલાને સહાયરૂપ બની નૃત્યનો ઊપયેાગ ગૌણ બની જાય એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે-અગરએમ પણ કહી શકાય કે નૃત્યમાં થતા અંગમરોડમાં બીજાં તત્ત્વો દાખલ કરી નર્તનના ઉદ્દેશને વધારે સ્ટફોન આપે છે. નૃત્યમાં અમુક અંશે આંગિફ્ અભિનય તેા હતેાજ. તેમાં એક બાજુ એથી તાલ. લય અને સંગીત ભળી તેને શાસ્ત્રીય બનાવે છે અને બને એટલા ભાવ નૃત્યની મર્યાદામાં રહીને સ્પષ્ટ થાય એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે.

બીજી પાસ અભિનયની સહાયમાં વાણી-ભાષા અને વેશ રચનાનો આશ્રય લેવામાં આવે છે. કલાને અભિનયની અહીં બહુ મોટી સહાય મળી જાય છે. હાથ, આંખ કે મુખનાં હલનચલનથી જે ભાવ દર્શાવાય તે ભાવને વાણીથી વધારે સ્પષ્ટતા મળે છે. રુદન વિરહથી પણ થાય અને વાગવાથી પણ થાય. બન્ને ભાવ નૃત્યથી જરૂર બતાવી શકાય. છતાં વ્યાપકતા બન્ને ભાવનેા તફાવત વધારે સ્પષ્ટ કરે છે. ઇષ્ટપ્રાપ્તિથી રોમાંચ જરૂર ઉત્પન્ન થાય. એ નૃત્યમાં ઉતરી શકે, પરંતુ રોમાંચ કેાઈ આરાધ્ય દેવને પ્રાપ્ત કરવાથી થાય કે આરધ્ય પ્રેમીને પ્રાપ્ત કરવાથી