આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટક : ૬૭
 

થાય છે એની સ્પષ્ટતા વાણી દ્વારા જે વધારે સરળતાથી થઈ શકે.

અહીં વાણીનો—ભાષાનો પ્રવેશ થતાં નૃત્યકલા પાસે આખી સાહિત્યસૃષ્ટિ ઊભી થઈ જાય છે. વ્યક્તિગત જીવનના પ્રસંગો, સામાજિક જીવનના પ્રસંગો, સમાજના હૃદયમાં કોતરાયેલાં ઇતિહાસ, કથાનક, દંતકથા કે લોકકથા અને તેમાં ઉભા થતા આર્દશ, વ્યક્તિ, નમૂના અને પ્રતીકો બળપૂર્વક આપણા હૃદયમાં જાગૃત થાય છે, નૃત્યનો કબજો ઘટી જઈ સાહિત્ય એ આખી પ્રદર્શનકલા ઉપર ફરી વળે છે, અને નાટકનો અલગ દેહ રચના પામે છે.

એક રીતે એ વિકાસ જ છે. પ્રભાપ્રદર્શન-ઊર્મિ પ્રદર્શન પ્રસંગ પ્રદર્શન એ કલાનાં પ્રેરણાઝરણ, સાહિત્ય અને નૃત્ય વચ્ચે થતી ખેંચાખેંચીમાં બન્ને કલામાર્ગ જુદા બની જાય છે, પરસ્પર સહાયક હેાવા છતાં પ્રત્યેક કલા પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરે છે અને મુખ, હસ્ત, અંગવળોટ, અંગુલિ ચિત્રણ તથા પગતિની અદ્ભુત પરંપરા યોજતું, સંકોચાઇને પણ મુદ્રાઓમાં અત્યંત ભવ્ય અને અત્યંત નાજુક ભાવ સ્ફોટન કરતું નૃત્ય પેાતાનેા માર્ગ સ્વતંત્ર રીતે નિશ્ચિત કરી લે છે. નૃત્યથી અલગ પડી જતું સાહિત્ય વાણીના ઉપયેાગ દ્વારા ભાવ પ્રદર્શનનો માર્ગ ગ્રહણ કરી નાટકનો એક સ્વતંત્ર ભવ્ય કલામાર્ગ ઊભો કરે છે.

નૃત્ય નાનું પણ Intense— ઊંડાણભર્યું અને ભરચક નકશીવાળું બની જાય છે.

નાટક વિસ્તીર્ણ, વિવિધ કલા ટુકડાઓને ઉપયોગમાં લઈ ઊંડાણ વધારવા મથતો, સાહિત્યનો એક મહાવિભાગ બની રહે છે.

અભિનય બન્નેમાં છે-નૃત્યમાં તેમ જ નાટકમાં એ આંગિક અભિનય અવયવો વડે ભાવ પ્રદર્શિત કરવાની કલાનો આશ્રય બન્નેને. પરંતુ બન્નેમાં આંગિક અભિનયનાં સ્વરૂપ બલાતાં જાય છે. નૃત્ય અંગમાં જ સંકોચાઈ જાય છે અને મુદ્રાઓની વિર્સ્તીણ શાખા- પ્રશાખાઓમાં ખીલી નીકળે છે. નાટક વિસ્તીર્ણ ફલક મેળવે છે. વધારે સ્પષ્ટતા ઉપસાવે છે, આંગિક અભિનયમાં જ બધી અસર