આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટક : ૬૯
 

બહુ જ મહત્ત્વનું સ્થાન ભોગવે છે—જેટલું નૃત્યમાં તેને સ્થાન ન હોય. વેશભૂષા પણ મહત્ત્વનો અભિનય કેમ બની રહે છે એ નાટક આપણને બહુ સ્પષ્ટ કરી આપે છે.

૪ સાત્વિક અભિનય—સત્વરૂપ—fundamental ભાવથી જે મુખ ચેષ્ટા કે દેહચેષ્ટા આપોઆપ થાય તેનું ચિત્રણ.

સાત્વિક અભિનય જુદા પ્રકારે કેમ વર્ણાય છે એ જરા ન સમજાય એવી વસ્તુ છે. અંગ અને વાક્ અભિનયમાં તેના સમાવેશ થઈ જાય એમ લાગે છે. છતાં આપણા સંસ્કૃત રસવિવેચકોએ આ અભિનય જુદો કેમ પાડયો છે એ વસ્તુ વિચારણા માગે છે.

અભિનય ભલે નૃત્યમાં હોય કે નાટકમાં, બન્નેની પાર્શ્વભૂમિ અને બન્નેનાં વાહક સાધન નિરાળાં હોવાથી નૃત્યના અને નાટકના અભિનયમાં ભારે ફૅર સ્વાભાવિક રીતે જ પડી જાય.

નૃત્ય આમ એક રીતે વિકાસ પામતું, નવાં નવાં તત્ત્વોની મદદ સ્વીકારતું વાણીનો આશ્રય લેતાં બરોબર સાહિત્યનો ધ્વજ સ્વીકારી લેતુ નાટક બની જાય છે.

બીજી પાસ નાટકમાં પેાતાનું વ્યક્તિત્વ ભુલાઈ-ભુંસાઈ ન જાય એ અર્થે નૃત્ય વાણી આગળ અટકી ઊભું રહે છે, તેમાં ભળી જવાને બદલે સ્વતંત્ર રહી પોતાના ઈલાયદા જીવનને વિકસાવવા પ્રયત્નશીલ બને છે, અને નૃત્ય તરીકે સ્વતંત્ર રહી જીવી પણ શકયું છે.

નૃત્ય-નાટકના સંબંધો ઠીકઠીક જળવાઈ રહ્યા છે. બન્ને જુદાં હોવા છતાં–જુદા પડવા છતાં પોતાની મૂળભૂત એકતા વારંવાર સંભારી એકખીજાને સહાયરૂપ બને છે એ તો ખરું.

ઉપરાંત નૃત્યનાટક એકબીજાને વારંવાર ભેટી એક બનવા–એકતા અનુભવવા પ્રયત્નો પણ ઠીક ઠીક પ્રમાણમાં કરે છે.

આમ નૃત્યમાંથી નાટકનો ઉદ્ભવ.