આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
સમરાંગણ
 

 એણે ગાયકને કાંઈક કહ્યું. ઊઠીને એ ગાયક ચાલતો થયો. પાછળ ચારેય જણ ચાલ્યા. અર્ધજોગીવેશધારી નાગડો એ ગાયકની પાછળ ચાલ્યો. ચાર રક્ષકોની સાથે ગાયક ઊપડતે પગલે એક રાજનિવાસના દરવાજામાં પેસી ગયો. તે પછી એનો પત્તો મળ્યો નહિ.

એક દિવસ આગ્રામાં વીરતાના ખેલોની મિજલસ હતી. જુદાજુદા પ્રદેશોમાંથી રમતવીરોને તેડાવ્યા હતા. જોગીઓની ફોજને પણ પોતાની શૌર્યલીલા બતાવવાનું નોતરું હતું. શહેનશાહ અકબરની હાજરીમાં શૂરાતનની હરીફાઈ ઊજવાતી હતી. સૌના સાંભળવામાં આવ્યું હતું કે ગુર્જરદેશના રજપૂતો વધુમાં વધુ રોમાંચક વીરતાની રમત લઈને આવ્યા છે.

જોધપુરી, બિકાનેરી, જયપુરી ને મહારાષ્ટ્રી બધા દાવ ખેલાતા ગયા તેમતેમ પ્રેક્ષકોની અચરજ વધતી ગઈ, કે ગુર્જરી તે વળી કયા ચડિયાતા દાવ દેખાડવાના હશે ! આખરે ગુર્જરીનો તમાશો આવ્યો ત્યારે તમાશબીનોનાં મુખ ઊંચાં થયાં. બે ગુર્જર ક્ષત્રિયો ફક્ત કછોટાભર તમાશબીનોના તંબૂમાંથી બહાર નીકળ્યા. તેમનાં શરીરોમાં ખાસ કશી વિશિષ્ટતા નહોતી, કસાયેલા દેહનો દમામ તેમની પાસે નહોતો.

“છે કોઈ ગુર્જર ?” બેમાંથી એક જણાએ સાદ પાડ્યો.

“મુઝફ્ફર ગુજરાતી, મુઝફ્ફર ગુજરાતી.” શહેનશાહે નહનૂને ઇશારત કરી. નહનૂને મુગલ દરબાર મુઝફ્ફર ગુજરાતી નામે ઓળખતો.

શહેનશાહનો લાડીલો નજરકેદી નહનૂ પોતાના આસન પરથી ઊભો થઈને તમાશબીનો પાસે આવ્યો.

“આને બરોબર વચ્ચેથી પકડો.” એમ કહીને તેમણે નહનૂના હાથમાં એક બરછી પકડાવી. બરછીની બંને બાજુએ તીક્ષ્ણ અણીઓ હતી.

“કસકસીને પકડો, પંજાને ધ્રુજવા ન દેશો.”

મુઝફ્ફર બે પંજા વતી બરછીનો વચલો ભાગ ઝાલીને ઊભો રહ્યો. એની બંને બાજુથી અક્કેક ગુર્જર ખુલ્લી છાતીએ દોટ કાઢતો