આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
સમરાંગણ
 


જુદી જ બાજુએ, થોડે દૂર અંધકારમાં ઊભેલી એક રાવટી તરફ જતો હતો. એ રાવટીનો માર્ગ રૂંધીને ઊભેલા એક સાધુની સાથે જ આ દાઢીઆળો ફોજી ઘોડેસવાર તુમાખી કરતો હતો. એની પાછળ બીજા પચીસેક સવારો હતા. મશાલો જેમ જેમ નજીક આવી તેમતેમ નાગને ઓળખાણ પડી કે ઘોડેસવારો મુગલાઈ પોશાકમાં હતા. તેમને આ જોગીઓના પડાવની જડતી લેવી હતી.

“શું મામલો છે, ભુવનભારથી ?” મહાકાય જોગીએ આવતાં આવતાં પેલા પહેરેગીર સાધુને ગંભીર અવાજે પ્રશ્ન કર્યો.

“જડતી લેવા માગે છે.” એમ કહી એ લાઠીધારી ચોકીદાર સાધુએ ગુરુજીને પેલા ઘોડેસવારો દેખાડ્યા.

“કૌન હો, ભાઈ, આપ લોક ?” ગુરુદેવે પરદેશીઓને પ્રશ્ન કર્યો ત્યારે એમની મુખમુદ્રા પર શત્રુને પણ મિષ્ટ લાગે તેવો પ્રભાવ રમતો હતો.

“એહમદાબાદના ફૌજીઓ છીએ. સરકારી બહારવટિયા મુઝફ્ફરને શોધીએ છીએ. તમામ પડાવો તપાસવાનો નવાબ ખાનખાનાનનો હુકમ છે.”

એમ કહીને ફોજના આગેવાને રુક્કો કાઢીને આ જમાતપતિ સામે ધર્યો.

“રુક્કાની કોઈ જરૂર નથી, અમે પણ મુગલ સરકારની જ રૈયત છીએ. અમારી ફરજ છે કે તપાસને આધીન થવું. તપાસી લો, કૌન મના કરે છે ?”

“પણ, ગુરુદેવ,” ભુવનભારથીએ આસ્તેથી જાણ કરી : “એ તો મૈયાની રાવટી પણ તપાસવા કહે છે. હું કહું છું કે આ વેળા નહિ બને, સવારે તપાસો. એ તો અત્યારે જ તપાસવાની જિદ્દ લઈ ઊભા છે.”

“હા–હા–હા–” ગુરુ હસ્યા : “હિન્દુઓ કરતાં તો મુસ્લિમોમાં બહેનોની ઇજ્જતના વિશેષ આગ્રહીઓ હોય છે, ખાં સાહેબ, ને નવાબ મિરજાખાનને જો ખબર થશે કે એની ફોજે અધરાતને સુમારે બાવાઓની