આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
171
મા મળી
 


નાગ કશો ઉત્તર નહોતો દેતો, પણ વારંવાર ખોંખારો ખાઈને ગળામાં ભરાતો કશોક કચરો સાફ કરતો હતો. એને ચુપ જોઈને ગુરુદેવ વધુ પ્રેમાર્દ્ર બનીને બોલવા લાગ્યા : “મા મિલેસે પિછે લડકા બિગડે જ સે. બડા મતલબી બન જાય સે. કિરપા તેરી, ભાઈ, ઈસ બખત મૈયા કા દરસન કરા, તો હું માફી માંગ લૂં. મારે ઉનકો કહેવા સે, કે હું તને ચોરી કરકે થોરા લે ગયા થા ! તુ મારગ મેં પડા થા તો હમ ઉઠાઈ લિયા, નહિ ઉઠાઈ લિયા હોતા તો બાઘ-વરુ-કુત્તા ખાઈ જાતા. ખરા કે નાહિ ? આ, ચલ મેરે પાસ. સબ બાત કહે કે મુઝકો. તુ ક્યા કરતા હૈ – લાઠી, કટારી, ઘોડેસવારી, દાવ, પેચ, સમશેરબાજી, કુછ કરતા હૈ કિ નાહિ ? ઔર તુને બિવાહ કર્યા કે નાહિ ? ચલ મેરી કુટિર પર. અરે ભાઈ સાધુલોક, વાસુકિ કા ઘોડા બાંધ દેનાં.”

ગુરુ અને શિષ્ય આગળ વધે છે તે જ વખતે પેલી એકલ રાવટી પરથી એક કાળો આકાર ચાલ્યો આવતો દેખાય છે. મશાલ ઊંચી થાય છે, એટલે આકાર વધુ સ્પષ્ટ બને છે.

“અરે, યે કોન, ક્યા બુઢ્‌ઢી માઈ આતી હૈ ? ઊઠ ગઈ મૈયા ? ઈસ ગરબડ સે જાગ ગઈ ડોકરી ? હંય !”

એટલું બોલતાં ગુરુ ઊભા રહ્યા, ને એ વૃદ્ધ નારી-આકાર નજીક આવ્યો, એણે હાથ જોડ્યા હતા. ગુરુદેવની સાથે ઊભેલા જુવાન નાગ તરફ નજર નોંધી.

“તૂ ક્યા પિછાનતી હૈ ઇસકુ, મૈયા ? ક્યા દેખતી હૈ ? યે તો મારો બાલકો વાસુકિ સે. ડાકિની કી માફિક તૂ એને પર નજર નાહિ કર. એની મા તારો માથો જ ટીપી નાખશે, જો નજર લગી સે તારી તો. ઔર તારે સું ? અમે ઇતના બધા બાવા તેરા બેટા સ્વરૂપી મિલી ગિયા, તોય તુ ડાકિની જ રહી ? પરકીય બેટા કો કાલી ઘોર રાત મેં ઐસા મત દેખ રે, માઈ ! ચોટ લગેગી.”

“મને જોવા તો દિયો, બાપુ ! મને જોવો ગમે છે.” વૃદ્ધાએ આંખો પર છાજલી કરીને નાગડા પર આંખો દોડતી મૂકી. નોળિયાનું નાનું