આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
6
સમરાંગણ
 

 “અભાગણીયું છે જાડેજાઓની બાયડિયું, બાઈ !” માએ નિશ્વાસ મૂક્યો : “કયે અવતારે છૂટશે ?”

“હેં મા ! એક વાત પૂછું ? ગઢમાં હજી ચણભણ થાય છે.”

“શું ?”

“કે વચેટ સફીઆણી રાણીની જે દીકરી દૂધપીતી કરવા માટે તમને સોંપાઈ’તી તેને...”

“શું તેને ?”

“તેને તમે દૂધપીતી કરી નથી. ક્યાંય આઘીપાછી કરી નાખી છે.”

“જાણતાં હશે ગઢનાં માણસ બધું. હું શા સારુ આઘીપાછી કરું ? એનાં સગાં માવતર એનું મોત વાંછે, ને મારે પારકી જણીને શી બલા પડી છે કે હું જિવાડું ! દૂધના તપેલામાં ઝબોળી ઝબોળીને મારી છે. એ દાટી મસાણમાં.”

“મસાણ ખોદાવ્યું’તું કહે છે, હાડકાની કરચેય ન જડી.”

“ઉપાડી ગયું હશે ઘોરખોદિયું.”

“સૌના મનમાં શંકા રહી ગઈ છે.”

“શંકા ભૂત ને મનછા ડાકણ. મારી જાણે બલારાત. હું તો દરબારમાં જાતી જ બંધ થઈ ગઈ છું ને.”

“વજીરાત કરવી એટલે જાવું તો જોવે જ ને !”

“વજીરાત તો કરે છે વજીર જે હોય તે. પુરુષ જઈને ધણીના ગોલાપા મર જીવતાં લગ કરે. બાયડીને કાંઈ કોઈએ ગોલી નથી રાખી. મારે તો મારા નાગડાને મોટો કરવો છે. દીકરીયુંને ટૂંકી કરીકરીને દીકરા પારકાના ચોરી વેચાતા લઈ ગાદીએ બેસારનારાઓની વાત નોખી છે. મારે તો કાંઈ રાજવળું નથી. વેચાતો લાવવો નથી. મારાં સાત મૂઆં તેને માથે આ એક આપ્યો છે મા આશાપરાએ, તે ઉછેરવો છે. હાલો, ઝટ કરો, હવે મોડું થાય છે.”

બન્ને સ્ત્રીઓનાં મોં નદી તરફ હતાં, પીઠ ગામ તરફ હતી,