આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલું ટીખળ
187
 

 વાત ઘૂંટાવા લાગી. પેલો ‘પરદેશી’ દફેદાર વાસુકિ કેમ મારા દિલને ખેંચીખેંચીને પાછો ધક્કો મારે છે ? એ કોણ હશે ? મારા ઘરમાં તે દિવસ રાતે આવેલ ચોટ્ટા બાવા જેવો કાં લાગે ? મેં કહેલું તે મુજબ એ જુવાન જોગટો તો લશ્કરમાં નહિ રહી ગયો હોય ! એ ઘરમાં ‘મા ! મા !’ કરી ફરતો હતો તે જ રીતે મારું હૈયું એને ‘બેટા ! બેટા !’ કહેતું કેમ બોલાવી રહે છે ? એ અને હું એકબીજાને ગમતા નથી તોપણ મેં એને જ કેમ મારો વિશ્વાસુ બાતમીદાર બનાવ્યો હશે ? તોબા છે આ પ્રારબ્ધલીલાથી !



27
પહેલું ટીખળ

સાંજરે જેસા વજીર ઘોડે ચડી હડિયાણા મુકામ તરફ ગયા. હડિયાણામાં નગરથી આવેલો કાસદ સવાર એની રાહ જ જોતોજોતો હજુ ઘોડાને પકડીને જ ઊભો હતો. જેસા વજીરે એને ઓળખ્યો. એ નવો દફેદાર વાસુકિ હતો. નગરના સેનાધિપતિની સામે સંપૂર્ણ અદબથી ઊભેલો છતાં એ સિપાઈ પોતાના મોં પરથી કરડાઈ નહોતો છોડી શક્યો. સન્મુખ ઊભેલો છતાં એની દૃષ્ટિ વજીરની આંખો સાથે એકનજર થવા તૈયાર નહોતી. છતાં વજીરે એને ધીરીને નિહાળ્યો. ચોટ્ટા બાવાવાળી રાત સાંભરી. કલ્પનામાં આને બથમાં લઈને માપ્યો, એ જ લાગ્યો.

વજીરે ગુપ્ત પત્ર વાંચીએ પૂછ્યું : “કોણે લખાવી છે આ ચિઠ્ઠી ?”

“મોટા જામે.”

“કોઈની સાથે મંત્રણા કરી હતી ?”

“હા જી, મહેરામણજી, દલ ભાણજી, ડાયો વજીર વગેરે સૌ સલાહકારો હાજર હતા.”

“એમનો બધાનો મત...”