આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસો વજીર
9
 

ઊંઘી ગયેલા બાળકને કાંઠાની ધ્રો-છવાઈ ગાદલિયાળી ભોંય પર સુવરાવીને માએ નદીનાં કમ્મરપૂર પાણીમાં નાવણ કર્યું, ત્યારે આથમતો સૂર્ય જાણે એને કહેતો હતો : ‘મા ! તું ખરેખર રૂપાળી છે, તારે પેટ અવતાર લેવાનું મન થાય છે. તારું દૂધ પી શકું તો કોઈકોઈ વાર આ સાત ઘોડલાની રાશ ખેંચતાં પંજા કળે છે તે ન કળે !’

એના બરડા પર ભૂતડો ઘસીને બીજી બાઈએ વાંસો ચોળી દીધો. બાઈએ નાહી લીધું એટલે થોડે છેટે વેલડું છોડ્યું હતું તેને સાથેની જુવાન સ્ત્રીએ જઈને બળદ જોડ્યા. પડદા પાડીને આધેડ બાઈ દીકરા સહિત અંદર બેઠી. વેલડું નાગની નગરના વજીર-વાસમાં ચાલ્યું ગયું.

2
જેસો વજીર

જે જામનગર અથવા નવાનગર નામે જાણીતું એ તે કાળનું નાગની (અથવા નાગના) બંદર હતું. આપણે ઈ. સ. 1545 લગભગના સમયમાં પ્રવેશ્યા છીએ. નાગની બંદરને તોરણ બાંધી જામનગર નવાનગર નામ પાડ્યાં પંદર-વીસ વર્ષ વીતી ગયાં હશે. એ તોરણ બાંધનાર રાવળ જામ સૌરાષ્ટ્રના જાડેજા કુળનો આદ્યપુરુષ પણ સ્મશાને સૂતો હતો. અને તે દિવસે એના દીકરાનો દીકરો છત્રસાલજી રાજ્ય કરતો હતો.

છત્રસાલ સોરઠવાસીઓની જીભે ન ચડી શકે તેવું મોટું નામ છે. એનું લોકજાણીતું નામ સતો જામ હતું. અને હમણાં આપણે જે દસ ઘોડેસવારોની સવારી ગામમાં જતી જોઈ તેનો મોવડી ટીખળી પુરુષ સતો જામ પોતે જ હતો. નાગમતીના નદી-ઘાટ પર પાછળ નાખેલ થાનેલે બાળ ધવરાવતી નારીનું ટીખળ કરનાર જુવાન રાજા સતા જામની અદબ સાચવનાર સાથી ઘોડેસવાર જેસા વજીર હતા. વજીરના