આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
230
સમરાંગણ
 



33
ચલો, કિસ્મત !

બેટ શંખોદ્વારથી કચ્છ માંડવી જવાનો જળમાર્ગ એક દિવસ છીછરો થઈ ગયો હતો. કચ્છના અખાતમાંથી પાણી પાછાં વળીને મોટા દરિયામાં ઠલવાતાં હતાં. અખાત ધીમેધીમે ઉલેચાતો હતો. ત્યારે બેટને કાંઠે બે વહાણ ભરાતાં હતાં. ઓખામંડળનો ધણી સંગ્રામ વાઘેર ખલાસીઓને ઉતાવળ કરતો હતો : “છોડો, મારા ડીકરા, છોડો, ઝટ આગલા વહાણને છોડો.”

“આરનાં પાણીમાં હાલશે ?” વાઘેર ખલાસીએ પોતાના સરદાર સંગ્રામને પૂછ્યું. આરનાં પાણી એટલે ઓટનાં પાણી.

“આસ્તે આસ્તે ધકાવો. એમ કરતાં કરતાં ઊંડાં જળમાં પોગી જાશે. હમણાં સઢ છોડશો મા.” સરદારે સૂચના આપી.

“પણ, બાપુ, વહાણમાં મહેમાન બેસતા નથી.” સંગ્રામના પુત્રે કહ્યું.

એ મહેમાન ગુપ્તવેશધારી કમભાગી મુઝફ્ફરશાહ સિવાય બીજું કોણ હોય ? નગરથી એ આંહીં ઓખામાં પહોંચ્યો હતો. ત્યાં ભૂચર મોરીનો મામલો ખતમ થયો હતો. પાદશાહી ફોજ એનું પગેરું લઈ ઓખા પર આવી હતી. મુઝફ્ફરશાહ જિદ્દે ચડયો હતો : “સંગ્રામ વાઘેર, હું તમારા બાળબચ્ચાંની યે આગળ થઈ કેમ ચડી બેસું ? હું મરદ છું. આપણે મરદો સૌ સાથે જ રહીએ. બાળબચ્ચાં, મારાં તેમ જ તમારાં, એકસાથે જ ભલે ઊપડે.”


સંગ્રામ વાઘેરે દુભાતે સ્વરે કહ્યું : “ભાઈ, મારી ઇજ્જત સામું જુઓ, ને જિકર કરો મા. હવે વખત નથી. પાછળ ફોજનાં પગલાં બોલી રિયાં છે. મારો અવતાર રાજા સતા જામની જેમ બગડી જાતાં વાર નહિ લાગે. મારે આંગણે જગતનો દેવ છે. એ મારી નબળાઈને નહિ સાંખે. માટે હેમખેમ તમને કચ્છ માંડવી ભેળા કરી દેવા દ્યો. ને અમેય આખું