આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક નહનૂ
23
 

એ નવા બાળ-સુલતાનને પણ અમીરોએ શરાબ અને સુંદરીઓ સોંપ્યાં, ગુલશનો અને ગુલાબી છોકરાઓ ભળાવ્યા, એના રંગરાગ અને નાચગાનના ખરચા પેટે નોખાં ગામો કાઢી આપ્યાં, ને પછી અમીરોએ ગુજરાતના ટુકડા પાડીને ગુજરાત પોતપોતાને હસ્તક કરી.

“ઇતમાદખાન ! તમને કડી, ઝાલાવાડ, પેટલાદ, નડિયાદ, રાધનપુર, અણહીલવાડ, ગોધરા અને સોરઠ પ્રાંત. તમે સુલતાનના મંત્રી, તમે અમાત્ય. તમારા અનુચરો તમે નક્કી કરી લ્યો.”

ઇતમાદખાને સોરઠ તાતારખાન ઘોરીને સોંપ્યું. બીજાઓને બીજી રિયાસતો વહેંચી દીધી.

“ને હઝરત સૈયદ, આપને માટે ?”

“પાટણ, ખંભાત, ધોળકા, ઘોઘા, ધંધુકા, ચાંપાનેર, ઠાસરા, બડોદા વગેરે અરધું ગુજરાત.”

સૌ પોતપોતાનો ભાગ લઈ હરખાતા ચાલ્યા ગયા, અને સુલતાનિયતના કડાકા બોલ્યા. ફરી પાછા અમીરોના આંતરકલહ, સામસામાં સૈન્ય-મંડાણ, ભૂંડે હવાલે મોતના અંજામ, છોકરા સુલતાનને વશ રાખવાની સામસામી પ્રપંચબાજી, અને જુવાનીમાં આવતાં વીફરેલ સુલતાનનું ફરી પાછું અમાત્ય ઇતમાદખાનની જ તલવારને ઝટકે ધડથી જુદું માથું. ફરી પાછી સુલતાનની શોધાશોધ ચાલી.



5
બાળક નહનૂ

“નહનૂ !”

“જનાબ!”

“આંહીં આવ.”