આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આદિ તપાસી લેવા, ભૂમિનું ગુચ્છાથી યત્નાપૂર્વક પ્રમાર્જન કરી પાથરણું પાથ૨વું. પછી આસનથી જરા પાછળ અને પૂ. સાધુ-સાધ્વી અથવા ઇશાન કોણ તરફ મુખ રાખી, બન્ને હાથ જોડી ઊભા રહેવું. ત્યાર પછી પાઠ ૧ થી ૪ સુધી બોલવા. પછી પાઠ ૩ હોઠ, જીભ ન હલાવતાં થકાં મનમાં બોલવો. તથા ‘તસ્સ મિ. દુક્કડ’ ને બદલે “તસ્સ આલોઉ” બોલવું. અને ‘નમો અરિહંતાણં’ પ્રગટપણે બોલીને કાઉસ્સગ્ગ પાળવો. ત્યાર પછી પાઠ ‘પ'મો બોલવો. પછી ગુરુદેવ (બિરાજતાં ન હોય તો સીમંધર સ્વામી)ને સવિધિ વંદના કરી પાઠ ૬ બોલવો. આ પાઠમાં જ્યાં કાળ થકી શબ્દ આવે ત્યાં જેટલી ઘડીનું સામાયિક વ્રત લેવાનું હોય, તેટલી ઘડી (૨, ૪, ૬) બોલવી. ત્યાર પછી આસન ઉપર બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી પાઠ ૭માં બતાવ્યા પ્રમાણે ત્રણ ‘નમોત્થુણં’ બોલવા.

સામાયિક પારવાની વિધિ

સમતાભાવમાં ઝૂલીને સામાયિકનો સમય પૂરો થાય ત્યારે પાઠ ૧ થી પાઠ ૫ સુધીની વિધિ ઉપર પ્રમાણે કરવી. આજ્ઞા લેવાની હોતી નથી. તેથી પાઠ ૬ ને બદલે પાઠ ૮ બોલવો. પછી આસન ઉપર બેસી ત્રણ ‘નમોત્થુણં’ બોલવા. અંતમાં ત્રણ વાર ‘નમસ્કાર મંત્ર’નું સ્મરણ કરવું.


॥ इइ सामाइयसुत्तं ॥