આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નમોત્થુણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ

શ્રાવક સામાયિક સૂત્ર

પાઠ : પહેલો નમસ્કાર - સૂત્ર

નમો અરિહંતાણં [૧]- અરિહંત ભગવંતોને નમસ્કાર હો.
નમો સિદ્ધાણં- સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો
નમો આયરિયાણં- આચાર્ય ભગવંતોને નમસ્કાર હો.
નમો ઉવજ્ઝાયાણં- ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર હો.
નમો લોએ સવ્વ સાહૂણં- લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર હો

પાઠ : બીજો ગુરુવંદન - સૂત્ર

તિક્ખુત્તો - ત્રણવાર
આયાહિણં - જમણી તરફથી શરૂ કરીને (અન્ય સંસ્કરણ: દક્ષિણથી એટલે જમણી તરફથી આરંભીને ફરીથી જમણી તરફ સુધી હાથ લાવવો તે (આવર્તન))
પયાહિણં -(જમણી તરફ વળતી) પ્રદક્ષિણા કરીને.
વંદામિ - સ્તુતિ અથવા વંદન કરું છું (મનથી વંદન કરૂં છું અને વચને કરી સ્તુતિ કરૂં છું.)
નમંસ્સામિ - પંચાંગ નમાવીને નમસ્કાર કરૂં છું.
સક્કારેમિ - સત્કાર કરૂં છું.
સમ્માણેમિ - સન્માન આપું છું.
કલ્લાણં - હે ગુરુદેવ (સ્વામિ)  ! આપ કલ્યાણરૂપ છો,
મંગલં - મંગલ સ્વરૂપ છો.
દેવયં - ધર્મદેવ સ્વરૂપ છો.


  1. “અરહંતાણં” શબ્દ નો પ્રયોગ આગમોમાં અનેક જગાએ જોવા મળે છે. ‘અરહંતાણં’ શબ્દ પ્રયોગ પણ ઉચિત જણાય છે.