આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જિણં ચ ચંદપ્પહં-અને શ્રી ચંદ્રપ્રભજિનને (૮)
વંદે-વંદન કરૂં છું.
સુવિહિં ચ - અને શ્રી સુવિધિનાથસ્વામી અથવા જેનું
પુપ્ફદંત - બીજું નામ શ્રી પુષ્પદંતપ્રભુ છે તેમને, (૯)
સીયલ - શ્રી શીતલનાથસ્વામીને, (૧૦)
સિજ્જસં - શ્રી શ્રેયાંસનાથસ્વામીને, (૧૧)
વાસુપુજ્જં ચ - અને શ્રી વાસુપૂજ્યસ્વામીને, (૧૨)
વિમલ- શ્રી વિમલનાથ સ્વામીને, (૧૩)
મહંત ચ જિણં-અને શ્રી અનંતનાથ જિનને, (૧૪)
ધમ્મં-શ્રી ધર્મનાથસ્વામીને, (૧૫)
સંતિ ચ-અને શ્રી શાંતિનાથસ્વામીને, (૧૬)
વંદામિ-વંદન કરું છું,
કુંથું-શ્રી કુંથુનાથસ્વામીને, (૧૭)
અરં ચ-અને શ્રી અરનાથસ્વામીને, (૧૮)
મલ્લિં-શ્રી મલ્લિનાથ સ્વામીને, (૧૯)
વંદે-વંદન કરું છું,
મુણિસુવ્વયં-શ્રી મુનિસુવ્રતસ્વામીને, (૨૦)
નમિજિણં ચ-અને શ્રી નમિનાથ જિનને (૨૧)
વંદામિ-વંદન કરું છું.
રિટ્ઠનેમિ-શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) સ્વામીને, (૨૨)
પાસં-શ્રી પાર્શ્વનાથસ્વામીને, (૨૩)
તહ-તથા,
વદ્ધમાણં ચ-શ્રી વર્ધમાન-મહાવીર સ્વામીને અને (૨૪)
એવં-આ રીતે,
મએ-મારા વડે
અભિથુઆ-સ્તુતિ કરાયેલા (તીર્થંકરો કેવા છે ?)
વિહુય-રય-મલા-કર્મરૂપી રજ (ધૂળ) અને મેલથી રહિત,
પહીણ જર-મરણા-જરા (ઘડપણ) અને મરણથી મુક્ત