આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
દેવીનાં નવચેતન
♣
(ગરબી-સોરઠ )*[૧]
દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે !
તારી આંખમાં રે,
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ (ધ્રુવ)
મોહનની નવબંસી બોલે,
જુગજુગનાં પડળો કંઈ ખોલે ;
અંતર ઝોલે ચઢતાં નવઅભિલાખમાં રે :
પાછું ઝાંખ માં રે !
દેવી ! દીસે૦ ૧
- ↑ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે,”— એ ચાલ.