આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
તાપે તૃષાતુર આવી હંસી તળાવે,
નીર રહ્યાં ત્યાં નહિ, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?૪
જુગતી પંખીની જોડી બેઠી જઈ ડાળે,
તૂટી ડાળી તે ગઈ, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?૫
ભડકે ઉગાડ્યાં ફૂલો, ફૂલમાં છે તણખા ;
શોધું સુગંધ કહિં આ, શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?૬
સૌંદર્ય ને આશાના પલકા છે અધુરા :
જીવનના રંગ કંઈ આ : શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?૭