આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
હૈયાના ઘાવ
♣
(રાગ માઢ)
જગહૈયાં ખોલી ખોલી જુઓ,
હૈયે હૈયે ઘાવ.
કંઈ હૈયે હૈયે ઘાવ,
ઊંડા હૈયે હૈયે ઘાવ રે. — જગહૈયાં૦ (ધ્રુવ)
વાદળ વાદળ વીજળી ચીરે,
નીરે ભરાય તળાવ ;
હૈયે હૈયે ઘાવ ઝરે તેમાં
તરતું જીવનનું નાવ રે. — જગહૈયાં૦૧
ઉન્નત, અડગ હિમાચલ જેવાં
દીસે સાધુ-ઉર શાંત ;
ઊંડી ઊંડી એ થકી પણ વહેતી
કંઈ કંઈ ગંગા એકાંત રે — જગહૈયાં૦૨