આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૪
માનવચિતા
♣
(રાગ માઢ)
પ્રભુ બેઠા છે સ્વર્ગને બારણે,
આ જગત ચાલ્યું જાય :
જગત પાંસરું ચાલ્યું જાય,
જગત નિર્ભય ચાલ્યું જાય છે. પ્રભુ૦ — (ધ્રુવ)
અણમાપ્યાં છે તેજ જગતનાં,
અણવીંધ્યા અંધાર;
કોટિ કોટિ રવિ વ્યોમ તપે પણ
કોઈ ન પામે પાર રે — પ્રભુ૦ ૧
ભરબ્રહ્માંડતણા સાગરમાં
ચાલે ભરતી ઓટ;
પ્રભુ બેઠા છે સુકાને, ઓ માનવ !
તારે ફિકર શી માટ રે ? — પ્રભુ૦ ૨