આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭



ઝાડીના ઝુંડમાં હિંચે વસંતડી,
પાને પાને કળી મીંચઈ હસે;
ઘેલી ઘેલી મારી લાગે વાતલડી,
જાગે વસંતની નસે નસે. — થનગન૦

લીલા લલિત નવી લાવે વસંતડી,
ઘેરાં ઘેરાં મારાં નયણાં ફરે;
હૈયે નવલ મ્હેકે મ્હેકે રસિકડી,
લ્હેકે વસંતડી શમણે સરે. — થનગન૦

ઝીણું ઝીણું કંઈ ગુંજે વસંતડી,
ઊંડા ઊંડા ઉર ભણકા ઢળે;
આઘે આઘે સખિ ! વાજે વાંસલડી,
આજે વસંતડી એ શું છળે ? — થનગન૦