આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અને ખંતથી લેવાય-દેવાય છે, એ આનંદની વાત છે. આ સંગ્રહમાં સમાયલી કવિતાઓ ઉપર કશી જાતનાં ટીપ્પણ કે ટીકાઓ તેઓના અર્થવિસ્તાર માટે હું આપી શક્યો નથી, પણ રસિક વાચક એમાંનાં રહસ્યો અને ધ્વનિઓ પોતેજ ઉકેલી લેશે, એટલી આશા તો મારા રસિક ગુજરબંધુઓ માટે હું જરૂર રાખી શકું,

મારી "પ્રકાશિકા” બહાર પડયા પછી લખાયેલી મારી લગભગ તમામ છૂટક કવિતાઓ આ સંગ્રહમાં સમાવવામાં આવી છે. માટે ભાગે એ સર્વ સાહિત્ય, વસંત, ચેતન, ગુજરાત, નવચેતન, સમાલોચક, નવરંગ, નવજીવન, ગુજરાતી, હિંદુસ્થાન, વગેરે પ્રસિદ્ધ ગુજરાતી માસિકા અને વર્તમાનપત્રાના એકામાં છપાઈ ગઈ હતી, અને તે માટે એએના તંત્રીઓને હું અહિં આભાર માનું છું.

કવિઓનાં હૈયાંના ફુવારામાં બ્રહ્માંડની રસધારાના ધોધ નિરંતર વહેતા રહે છે. એ ધોધના ધ્વનિમાં એ ફુવારો પણ રસપ્રફુલ્લ ઉડતો. જાય છે. એ ફુવારાનાં રસબિંદુ એટલે એ બ્રહ્મના સંદેશા. પ્રત્યેક સાચા કવિ એ બ્રહ્મના સંદેશવાહક છે. આ પુસ્તકનાં પૃષ્ઠોમાં એ સંદેશની કાંઈક પણ ઝાંખી મારું રંક હૃદય ગુર્જરબંધુઓને કરાવી શકશે તો તેમાંજ એ હૃદય પોતાના અનિર્વાચ્ય આનંદ અને વિજય માની લેશે.

મદ્રાસ : માઉંટ રોડ:

અરદેશર ફરામજી ખમ્બરદાર
-

તા. ૨૧ મી નવેમ્બર ૧૯૨૪