આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
પુરોહિતની રાજભક્તિ


( અનુષ્ટુપ્ )


“રાજપુત્ર હું છું ત્યાં શો યુદ્ધનો ભય રાખવો ;
ભ્રાતા ! અસ્ત્ર ચલાવીને રણપાંડિત્ય દાખવો !..........૧

(વસંતો પેંદ્ર)


પ્રતાપ ને શુક્ત સુસંપ ધારે,
રાણા ઉદેસિંહતણા સુત બેઉ શૂરા :
દુર્યોગ. એક દિન તે પ્રિય વીર પૂરા
ચઢેરા વિવાદે મૃગયાવિહારે.......................૨

(મંદાક્રાંતા)


તાપે ઊડું વન બહુ તપે, અગ્નિજવાલા છવાતી,
અશ્વો સર્વે ફિણફિણ થતા ત્યાં સહે ભૂમિ તાતી;
આઘે પક્ષી સભય ઉડતાં ઊંડી છાંયે ભરાય,
ને સ્હેજે ત્યાં ઉભય કુંવરો વાદમાં કૈ તણાય.......... ૩