આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯


બાર વસંત ન દીઠી પૂરી,
બાદલવીર ! બાદલવીર !
કોમળ જેની કાંતિ મધુરી,
બાદલવીર ! બાદલવીર !
બાર વસંત ન દીઠી પૂરી,
કોમળ જેની કાંતિ મધુરી,
અદભુત તે શી પ્રતિમા શૂરી
રણ શોભાવે બાદલવીર !


ચિતોડના બાળકનૃપ પક્ષે,
ભીમસિંહ બંધુસુત રક્ષે,
તેની લલિતા રંભા લક્ષે
યવનેશ્વર મોહી થઇ પૂર;
અલાઉદિને ઘેરો લઈ આવ્યા,
નહિ નિજ આશ વિશે કંઈ ફાવ્યો ;
છળકપટે ભીમસિંહ બંધાવ્યો :
રમણી દે તો છૂટે શૂર !.