આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦


શું રજપૂતાણી યશ ખોશે ? -
બાદલવીર ! બાદલવીર !
શું વીર ભ્રષ્ટ કુસુમ એ જોશે ?
બાદલવીર! બાદલવીર !
શું રજપૂતાણી યશ ખોશે ?
શું વીર ભ્રષ્ટ કુસુમ એ જોશે ?
ના, ના, શૂર પડયા ના રોશે ! |
હાક પડાવે બાદલવીર !


અલાઉદિન ગર્વે નિજ ડૂલે,
એવે કંઈ સુણતાં ઉર ફૂલે,
ચિતોડની પદ્મિની ત્યાં ઝૂલે
દ્વારે નિજ દાસીઓ સાથ :
ડાળીઓ શતસપ્ત પધારી
યવનમુકામ સમીપ ઉતારી,
રમણી સાટે રણવીર ભારી
નીકળ્યા અસિ ફેરવતા હાથ !