આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માલવિકાગ્નિમિત્ર ૭૧ માલવિકાને જોઈ રાણી શકાશીલ થઈ મનમાં વિચાર કરવા લાગી ... કદાચ ધારિણીને પગે દૂખે છે માટે માલવિકાને આ અશાકનું દેહદ પૂરવા માટે મોકલી હશે. બરાબર એમ જ. નહિ તો રાણીજી પોતાનાં નૂપુર કંઈ દાસીને આપે ખરાં કે ? માલવિકા તરફ એમનું હેત બહુ જણાય છે !...પણ મહારું મન અહીં પાછું પડે છે. લાવ હારી શકા ખરી છે કે ખેાટી તે જોઉં. ' એમ બેલી બન્ને જણાં એક બાજુએ છુપાઈને માલવિકા અને અકુલાવલિનો વાર્તાલાપ સાંભળવા લાગ્યાં. “ સખી, હારા એક ચરણને તો અળતો ચેપડાઈ ગયો. હવે જરા મહોમાંથી કુંક મારવાની જરૂર છે. અથવા અહીં પવન વાય છે જ, એટલે ફૂંક મારવાની જરૂર નથી. એ એની મેળે જ સૂકાઇ જશે. અકુલાવલિએ કહ્યું. એ સાંભળી રાજ વિદુષકને કહેવા લાગ્યા, “ મિત્ર, હેની સેવા કરવાને આ પહેલા અને ખરેખરો અવસર છે. લાવ તહેના અળતાવાળા પુગને yક મારૂં. પણ વિદૂષકે તહેને અટકાવી કહ્યું : * * મહારાજ, એવી એવી સેવા કરવાના ભવિષ્યમાં ઘણા યે પ્રસંગ આવશે. હમણાં જરા ધીરજ રાખો. - બકુલાવલિએ આગળ ચલાવ્યું: “ હેન, હારા પગ સો પાંખડીવાળા ખીલેલા લાલ કમળ જેવા દેખાય છે હા. બધી રીતે તું રાજાજીના ખોળામાં બેસવાને યોગ્ય છે. ? ઇરાવતીએ નિપુણિકા સામું જોયું.. રાજા મનમાં બોલ્યા: હારો પણ એવા જ આશીર્વાદ છે !!!! માલવિકાએ ઉત્તર આપ્યો: ‘‘અલિ ! આવું આવું બેલ નહિ. ૬૬ હે' તો કહેવા જેવું હતું તે હુને કહ્યું. કંઈ ખાટું કહ્યું છે ? બકુલાવલિ બેલી. ** હું હને બહુ વ્હાલી લાગુ છું કેમ ? માલવિકાએ કહ્યું . હુને એકલીને જ નહિ, પણ– અકુલાવલિએ ઉત્તર આપ્યો. * ત્યારે બીજા કાને ? ” માલવિકાએ આતુરતાથી વચમાં પૂછયું. ગુણગ્રાહી રાજાજીને સ્તો ” બકુલાવલિએ હસતાં હસતાં કહ્યું. જા, જા. ખાટું કહે છે. એવું કાંઈ મ્હારામાં નથી ? માલવિકાએ જણાવ્યું. - Gandhi Heritage Portal