આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૬ સંસ્કૃત સાહિત્યની કથા હસ્તપલ્લવથી હેનું નિવારણ કરવા લાગી, પરંતુ તે દુત્ત મધુકર હેલથી નિવૃત્ત થાય તેમ નહતા. આથી તે અધીર થઈ એટલી ઉઠ્ઠી: “ સખીએ ! બચાવેા, આ દુષ્ટ મધુકર મ્હને ધણું! ત્રાસ આપે છે.’’ હેન ! અમારામાં હારૂં રક્ષણ કરવાની શક્તિ ક્યાંથી ? રાજા દુષ્યન્તને એાલાવ. રાજાએ જ તપેાવનની રક્ષા કરવી જોઇએ. ’’ આ ખનાવ જોઈ દુષ્યન્ત મનમાં ને મનમાં મલાતેા હતેા અને મધુકરને ધન્યવાદ આપતા હતેા. હેણે જાણ્યું કે હવે પ્રકટ થવાને ખરેખરા પ્રસંગ આવ્યા છે. મધુકરની પીડાથી શકુન્તલા આમ તેમ નાસતી હતી, તેથી રાજા દોડતા હૈની સામે આવ્યા અને કહેવા લાગ્યાઃ “ પુરુવંશમાં ઉત્પન્ન થયેલે દુષ્યન્ત દુષ્ટાને શાસન કરનાર હાજર હોય, ત્યાં કાનું સામર્થ્ય છે કે મુગ્ધ તપસ્વિ- કન્યાઓની સાથે અસભ્ય વ્યવહાર કરે ?’’ તપસ્વિકન્યાએ એક અજાણ્યા મનુષ્યને સામે ઉભેલે જોઇને પહેલાં તે ઘણી સ્તબ્ધ થઈ ગઈ. થાડી પળ પછી અનસ્યા એલીઃ “ મહાશય ! એવેા કેાઇ અનિષ્ટ બનાવ બન્યા નથી. આ દુષ્ટ મધુ- કરી અમારી પ્રિયસખી શકુન્તલાને જરા ત્રાસ આપતા હતા, એથી એ કાંઇક ગભરાતી હતી. ’’ શકુન્તલા લજ્જાવશ થઇ કાંઈ ઉત્તર ન આપતાં નીચું મુખ કરીને ઉભી રહી હતી. તેથી અનયાએ આગળ આવી રાજાને સત્કાર કર્યો અને પુલકુળ વગેરે પૂજાની સામગ્રી લાવવા માટે શકુ- ન્તલાને કહ્યું. રાજાએ નમ્રતાથી જણાવ્યુ કે ૮ હમારાં પ્રેમાળ મધુર વચનેથી જ મ્હારા સત્કાર થઇ ગયા છે, માટે વિશેષ શ્રમ લેવાની જરૂર નથી. હમે પણ ઝાડેાને પાણી પાઇને થાકી ગયાં હશેા, તેથી આ સપ્તપની શીતળ છાયામાં બેસી આરામ યેા. ’’ એમ એલી રાજા લીલા પાનની બનાવેલી એક વેદિકા પર બેઠે. દરમ્યાનમાં શકુન્તલાના અંતઃકરણમાં કામદેવે પેાતાનું કા શરૂ કર્યું હતું. પ્રિયંવદા અને અનસૂયા રાજાની સુંદર અને પ્રતાપી આકૃતિ જોઇને તથા ગંભીર અને મધુર ભાષણ સાંભળીને મુગ્ધ થયાં હતાં, અને આ મહાપુરુષ કેાણ હશે’ એમ પરસ્પર વિચાર કરવા લાગ્યાં. અંતે અનસૂયાએ હીંમત ધરીને રાજાને વિનયથી પૂછવા માંડયું: આ ર વાણીથી મ્હારા (C