આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૪૧
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૪૧ પુરુષોએ આગળથી જ આપને કહેલું કે આપને જે પહેલવહેલા પુત્ર થશે તે ચક્રવર્તી થશે. તે ઋષિને દૈાહિત્ર આ પ્રમાણે લક્ષણવાળા નિવડે, તેા પછી એને સત્કાર કરી અંતઃપુરમાં રાખવામાં આધ નથી.’’ “ જેવી ગુરુજનની ઈચ્છા. ’’ રાજાએ સંમતિ આપી. તેથી પુરાહિત રડતી શકુન્તલાને લઈ ચાલવા લાગ્યા. એટલામાં એક તેજસ્વી અપ્સરા આવી હૅને ઉપાડી ચાલી ગઈ. આ સઘળું દૃશ્ય જોઈ રાજા તે મૂટ જ બની ગયેા. હેને કાંઇ પણ સૂઝ પડી નહિ. તે ત્યાંથી યેા અને શયનગૃહ તરફ ચાલતેા થયા. પ્રકરણ ૬ ઠું; વીંટીને ભેદ શક્રાવતારના શીતીમાં સ્નાન કરતાં શકુન્તલાની વીંટી પાણીમાં પડી ગઇ હતી. પાણીમાં ડૂબતાં જ એક મ્હાટી માછલી હેને ગળી ગઈ હતી. તે કેટલાક દિવસ પછી આ જ માછલી એક માછીની જાળમાં સપડાઇ ગઈ. માછીએ ખીન્ન માછલાં ભેગી એને પણ ઘેર આણી, અને હેનું પેટ ચીર્યું, તે અંદરથી એક ચકચકિત રત્નજડિત વીંટી હેના જોવામાં આવી. આનંદમાં મલકાત તે માછી શહેરમાં આવી, ચેકસી બજારમાં એક પછી એક દુકાને પેલી વીંટી બતાવતા કરતા હતા. એક ઝવેરીએ તે મણિમય વીંટી ઉપર રાજાનું નામ કાતરેલું જોઇને માછીને ચાર તરીકે સમજી, શહેરના કાટવાળને ખબર આપી. તે પ્રમાણે કાટવાળ એ સિપાઇએ લઇને ત્યાં આવ્યા અને માછીને કેદ કર્યો. પછી હેને બાંધીને પૃછ્યું: “ અરે ચાર ! આ વીંટી હને કયાંથી મળી તે કહે. .. માછી ડરી જઈને કહેવા લાગ્યાઃ “ મહારાજ ! કૃપા કરે. હું એવું કામ કરનાર માણસ નથી. ‘’ “ હું. ત્યારે રાજાએ હને સારા વિદ્વાન બ્રાહ્મણ જેને દાનમાં આપી હશે, કેમ ?’’ કાટવાળે ધમકાવીને પૂછ્યું. “ સાંભળેા, માબાપ ! હું શક્રાવતાર ગામને રહીશ, તે જાતે માછી છું. હું આ જાળ, આંકડા વગેરે સામાન વડે માછલાં પકડું હું ને તે વતી મ્હારા કુટુંબનું પેટ ભરૂં છું. એક દિવસે હું આ Gandhi Heritage Portal