આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૮ એટલે જ ફેર. આ અનુવાદ આપવામાં આ ત્રણે નાટકાનાં મળી શક્યાં તેટલાં ગુજરાતી ભાષાંતરેશ જોયાં છે અને હેમાંથી પણ કેટલાક કેટલેાક સુંદરગદ્યપદ્ય ભાગ લીધેલે છે તેથી તે તે ભાષાંતરકાર સાક્ષરાને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રઘુવંશમાંના અવિલાપનુ ભાષાંતર સ્વ. કીલાભાઈ ધ. ભટ્ટનું કરેલું છે, અને તે હેમના એક સબંધીની ઉદારવૃત્તિથી અહીં આપેલું છે. કુમારસંભવમાંના રિત- વિલાપનું ભાષાંતર મ્હારા મિત્ર રા. વિવિત્સુએ કરી આપેલું છે. આ ઉભય સજ્જનેને હું આભારી થયેા છું. છેવટે, શ્રી સયાજી હાઈસ્કુલના પ્રિન્સિપલ સાક્ષર શ્રી. હીરા- લાલ ત્ર. શ્રાક્ જેમણે વગર આનાકાનીએ આ ગ્રંથની પ્રસ્તાવના લખી પેાતાની વિદ્વત્તાથી તથા કેટલીક ઉપયેાગી સૂચનાએથી તે ઉપકૃત કર્યો છે તે માટે હેમને પણ અંતઃકરણપૂર્વક આભાર માન- વાની તક લઉં છું. ઉપયાગી શબ્દ કાષ પણ આપવામાં આવ્યેા છે, જે વાચ- કાને કંઇક માદક થશે એવી આશા છે. ન્હાનાલાલ નાથાભાઇ શાહ. Gandhi Heritage Portal