આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૬૯
 

કુમારસંભવ યાને તારકાસુરવધ ૧૬૯ જટા રાખી, કેડે મુંજ ધાસની ખડબચડી મેખલા પહેરી, તથા કુશથી ઘવાતી આંગળીએવાળા હાથમાં દ્રાક્ષની માળા લીધી. જેને સુંવાળી મુલાયમ તળાઇએમાં સૂતાં માથાંમાંથી ખરેલાં ખુલે પણ ખુંચતાં તે પાર્વતી હવે ફક્ત જમીન પર હાથનું જ આશી કરી શયન કરવા લાગી ! સ્વયં ઉછેરેલાં ઝાડેાને તે નિયમિત રીતે પાણી પાતી, અને હરણાંને હંમેશાં નીવારના દાણા ખવરાવતી. જે વખતે સ્નાન કરી, વલ્કલ વસ્ત્ર ધારણ કરી, અગ્નિને આહુતિ આપી, પાર્વતી સ્તુતિપાઠ કરવા બેસતી, તે વખતે મ્હાટા મ્હોટા ઋષિમુનિએ પણ હેનું દન કરવા આવતા ! ધર્મવૃદ્ધ લાકામાં વયની અપેક્ષા રહેતી નથી. એના પવિત્ર તાવનમાં પશુ- પક્ષીઓએ પરસ્પરને નૈસર્ગિક વિદ્રાહ છેડી દીધેા; અને ઝાડપાનની અત્યંત વૃદ્ધિ થવા લાગી. આ પ્રમાણે કેટલાક સમય સુધી તપ કર્યા પછી હુંને લાગ્યું કે ક્લિસિદ્ધ માટે આટલી તપશ્ચર્યાં ખસ નથી; તેથી હેણે વિશેષ ઉગ્ર તપ આર્ભવા પ્રયત્ન કર્યાં. જે શરીર દડે રમતાં થાકી જવું, તે હવે ઋષિમુનિએનું ભયંકર તપ આચરી શકે છે ! પ્રથમ રહેણે પચાગ્નિ તપસ્યા આરંભીઃ ચાતરફ અગ્નિ પ્રકટાવી, વચ્ચે તે બેસી, લાંબા વખત સુધી તે સૂતરફ એકી ટશે જોઈ રહેતી. આ પ્રમાણે પ્રખર તપ આચરવાથી હેના મુખની શ્વેતતામાં જરા રાતારા અને કાળાશ આવવા લાગી. તે સાંજે કેવળ યાચના વિના આવી મળેલાં જળ અને ચંદ્રિકરણાનેા આહાર કરવા લાગી. આ પ્રમાણે આખા ઉન્હાળા વીતી ગયા. ત્યાર બાદ આખી વર્ષાઋતુમાં તે પ કટીમાં ન રહેતાં બહાર શિલા ઉપર સતત વૃષ્ટિમાં જ રહેતી. શિયાળામાં અત્યંત ઠંડા પવન વાતા છતાં તે પાણીમાં જ ઊભી રહી રાત્રિએ ગાળવા લાગી. આહાર તરીકે તે કેવળ એની મેળે ખરી પડેલાં પાંદડાં જ આરેાગતી. પરંતુ, આગળ જતાં જ્યારે પાંદડાંને આહાર પણ હેણે બંધ કર્યો, ત્યારે ખરેખર તે તપની પરાકાષ્ટાએ પહેાંચી હતી. ત્યારથી પુરાતત્ત્વનેા હૈને ‘ અપાઁ ’ ના ઉપનામથી ઓળખવા લાગ્યા. આ પ્રમાણે સતત કાર તપસ્યામાં પેાતાનું શરીર ક્ષીણુ કરતાં કરતાં હેણે મહાન્ તપસ્વીએને પણ પાછળ મૂકી દીધા. Gandhi Heritage Portal