આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રસ્તાવના કોઈ પણ દેશનું સાહિત્ય એ તે દેશની સંસ્કૃતિનું ચિહ્ન ગણાય. અમુક દેશમાં સંસ્કૃતિ કેવી અને કેવા પ્રકારની હતી વા છે, એ જાણવું હોય તો તે દેશનું સાહિત્ય જેવું. સાહિત્ય પ્રાયશઃ દેશ અને દેશનાં અંગઉપાંગોમાં ઓતપ્રેત રહેલું હોય છે. પણ સાહિત્ય એટલે શું ? એનું શુદ્ધ લક્ષણ આપવું એ તો બની શકે એમ નથી, કારણ, ગમે તેવું વ્યાપક લક્ષણ બાંધવામાં આવે તોપણ તે સર્વથા દોષરહિત હાય વા થાય એ સંભવિત નથી. કોઈ ઠેકાણે અતિવ્યાપ્ત તે કાઈ ઠેકાણે વ્યાપ્ત તે રહેવાનું જ. માત્ર અસંભવ દોષ રહિત હોય તે કંઈક ઠીક. આ પ્રમાણે સ્થિતિરીતિ છે, એટલે કોઇપણ દેશના ઉચમાં ઉચ્ચ અને ઉદાત્તમાં ઉદાત્ત આશય વા વિચારનું તદનુકુળ ભાષા અને શૈલીમાં પ્રીકરણ એને આપણે સાહિત્ય કહીશું તો બહુ બાધ નહીં આવે. સર્વથા કોઈ પણ પ્રકારની ચમત્કૃતિ હોય તો બસ. કેાઈક સ્થળે તે આશય વા વિચારનિબદ્ધ હાય છે, અન્ય સ્થળે તે ભાષા વા શલીમાં નિબદ્ધ હોય છે. જેમ દેશમાં સંસ્કૃતિ વિશાળ, વિસ્તૃત, અને નાનાવિધ તેમ તે દેશનું સાહિત્ય પણ વિશાળ, વિસ્તૃત, અને નાનાવિધ હોય છે. ભાષા અને શૈલી પણ તત્ત૬ વિચાર વા આશયને અનુકુળ વિવિધ અને વિલક્ષણ હોય છે. આથી કરીને સાહિત્ય અનેકવિધ હોય છે: ભાષાસાહિત્ય, શૈલીસાહિત્યઆશયસાહિત્ય, વિચારસાહિત્ય. કાઈકમાં વિચારાદિ સૂક્ષ્મતત્ત્વનું એટલે મધ્યમાનું પ્રાધાન્ય હોય છે, તે અન્ય સ્થળે ત~દર્શક ભાષા વા શૈલીનું એટલે વૈખરીનું પ્રાધાન્ય હાય. છે. વળી કેટલાંક સુંદર સ્થળામાં ઉભુ, સમાન, અનુરૂપ અને સ લિસ્ટ હોય છે. વસ્તુતઃ આને જ ખરું સાહિત્ય કહેવાય. પણ તેમ માનવામાં સાહિત્યનું ક્ષેત્ર અતિશય સંકુચિત થઈ જવા સંભવ છે, અને સાહિત્યમાં ખપતા જતા લેખો પણ લક્ષણબહિનિંક્ષિપ્ત થવા સંભવ છે; માટે જ આપણે ઉપર જે વ્યાપક લક્ષણ બાંધ્યું છે તેને જ અનુસરીશું. - સાહિત્યના મુખ્ય વિભાગ બે પડી શકે: એક ગદ્યસાહિત્ય અને બીજો પદ્યસાહિત્ય, નાટકોદિમાં ઉભયનું મિશ્રણ હોય છે. ઇતિહાસ, Ganan He EL TOCOL