આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

'

સંસ્કૃત સાહિત્યની કથાઓ આવા પવિત્ર વશમાં વૈવસ્વત મનુ નામે એક મહાન રાજા થઈ ગયા છે. જેમ વેદોમાં એકાર એ પ્રથમાક્ષર છે, તેમ રાજાઓ- માં એ પ્રથમ હતા. આગળ જતાં એના વશમાં દિલીપ નામે એક પરમ પવિત્ર રાજા થયા હતા. જાણે ક્ષત્રિય ધર્મ જ મૂર્તિમાન અવત હાય એવે! કદાવર અને બલવાન હૈને દેહ હતાઃ હેની છાતી પહેાળી, ખાંધ બળદના જેવી મજજીત, હાથ લાંબા અને શરીર વૃક્ષની પેઠે ઉન્નત હતાં. દેહ અને આકાર પ્રમાણે હેની બુદ્ધિ પણ વિશાળ હતી; મુદ્ધિ પ્રમાણે શાસ્ત્રાભ્યાસ પણ ઉંડે; અને હેનાં કાર્યો પણ તેવાં જ ગહન; અને હેમની સિદ્ધિ પણ તેવી જ ઉચ્ચ રહેતી. આવા સુંદર અને ભયંકર ગુણાને લીધે તે સેવકાના હૃદયમાં પ્રેમ અને ભયની છાપ પાડી શકતા. તેથી હેની પ્રજા નિયમમાં રહી સર્વ કા ફરતી. હેમની પાસેથી જે કર લેવામાં આવતા, તે હેમના જ હિતનાં કાર્યોમાં વપરાતા. રાન્ન પાસે મ્હાટું સૈન્ય રહેતું, પણ તે માત્ર શેભાનું જ; સ કાર્યો તે હેનાં તીક્ષ્ણ બુદ્ધિ અને પરાક્રમી ધનુની સાહાથી જ થતાં. આત્મરક્ષણ કરવામાં તે ભય રાખતા નહિ; ધર્મમાં સદા તત્પર રહેતા; લાલ રાખ્યા સિવાય તે ધનસંગ્રહ કરતા અને સુખને ઉપ- ભાગ કરવા છતાં તે અનાસક્ત રહેતા. હેનામાં જ્ઞાન હાવા છતાં માનશક્તિ પણ હતી; ખળ સાથે ક્ષમા હતી; દાનવીર હાવા છતાં હેને આત્મપ્રશંસા પસંદ ન હતી; હૈને વિદ્યાવ્યાસંગ એટલા બધા દૃઢ હતા કે તે વૃદ્ધ થયા વિના પણ વૃદ્ઘ ( જ્ઞાનવૃદ્ધુ ) ગણાતે, સઘળા પ્રજા હેને પિતા તુલ્ય લેખતી. રાજ્યમાં ચેરનું નામ ન મળે. આવી રીતે પ્રેમ અને ભયથી તે આખી પૃથ્વીનું, એક નગરની માફક રાજ્ય ચલાવતા. દિલીપ રાજાને અનેક રાણીએ હતી. તે સમાં મગધરાજ- કન્યા સદક્ષિણા પટ્ટરાણીપદ ભાગવતી હતી. તે અતિશય રૂપવતી અને પતિવ્રતા સ્ત્રી હતી. રાજાને હજુ સુધી એક પણ સંતાન થયું ન હતું, તેથી હેને સર્વ પ્રકારે સુખ હેાવા છતાં, હેના અંતઃકરણમાં એક પ્રકારની વ્યથા થયા કરતી હતી. આખરે હેણે સ રાજ્ય- કારભાર પ્રધાનમંડળને સોંપી પેાતે પટ્ટરાણી સાથે વિસગુરુને આશ્રમે જઈ સંતાન માટે પ્રયત્ન કરવાને નિશ્ચય કર્યો. તે પ્રમાણે એક શુભ દિવસે પ્રાતઃકાળમાં એ દંપતી સુંદર રથમાં બેસી સિઋષિના આશ્રમ Heritage Portal Ganani