આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

- ગણિત, વિજ્ઞાન, અને એવા જ બીજા વિષયનું સાહિત્ય પ્રાયશઃ ગદ્યબદ્ધ હોય છે, કાવ્યનાટકાદિનુ પ્રાયશઃ પદ્યબદ્ધ વા ઉભયબદ્ધ હોય છે. પણ આર્યદેશનું સર્વ વિષયનું પ્રાચીન સાહિત્ય પદ્યમાં જ રચાયલું છે એ એની વિલક્ષણતા અને તેથી વિશેષ ઉપકારક છે. પદ્ય ગદ્ય કરતાં સહજમાં સંસ્કૃતિમાં આરૂઢ થાય છે, અને કઠે કરવામાં વિશેષ સહેલું પડે છે. આ પ્રમાણે સાહિત્યની રચના અનેક પ્રકારની હોય છે, પણ તેને વિશિષ્ટ વિચાર અન્ન પ્રાપ્ત નથી. સર્વ કેાઈ દેશમાં જયાં સંસ્કૃતિ કિંચિત પણ જોવામાં આવે છે, ત્યાં સાહિત્ય પ્રાયશ: પદ્યમાં જ આવિભૂતિ થએલું જોવામાં આવે છે. આ આવિર્ભાવનું નિદાન રસમાં વા હૃદયના આવેશમાં વા વિચારના ઉદ્દેકમાં રહેલું હોય છે. રસિક અને ઉત્કૃષ્ટ વિચારો જયાં ઉત્કટતાની કોટિમાં પ્રવેશે છે કે તરત જ સ્વાભાવિક રીતે હૃદય સુબ્ધ થાય છે, અને તેના વેગનું વાણીના અંતિમ બે સ્થૂળ વિભાગ સાથે આસ્ફાલન થાય છે, અને સહજ વખરીમાં વિત થઇ તે પદ્યરૂપે બહાર આવે છે. ગદ્ય સાહિત્યની દશા જુદા પ્રકારની હોય છે. એમાં પ્રાય: રસિકતા વા હૃદયના આવેશને બહુ અવકાશ નથી હોતો. એમાં બુદ્ધિનું પ્રાધાન્ય હોય છે. ગદ્ય સાહિત્ય પ્રાયશ: બુદ્ધિસ્પષ્ટ હોય છે ત્યારે પદ્યસાહિત્ય હૃદયમાં સ્કુરિત હોય છે. આ વિષયની મીમાંસા અત્ર અપ્રાસંગિક છે એટલે દિમાત્ર દર્શાવી અહી જ વિરામ લેવો પડે છે. e ગુર્જર સાહિત્ય, વિશેષતઃ પ્રાચીન ગુર્જર સાહિત્ય, પદ્યબદ્ધ વા પદબંધ શૈલીમાં જોવામાં આવે છે. કારણ સ્પષ્ટ છે. લોકો શ્રદ્ધાળ, ભેળા, નિષ્કપટી, સાદા, અને ધાર્મિક હોવાને લીધે અને ખાવાપીવાની વા પહેરવા એાઢવાની વા મેજમઝાની બાબતમાં અતિ ઉદાસીન હોવાને લીધે તેમનું સાહિત્ય પદ્યમાં જ હોય એ સ્વાભાવિક છે. એષણાઓથી બહુ બળેલા વા તપ્ત નહીં એટલે માત્ર પ્રભુભજનમાં જ એ લેકાએ પોતાના ઉદ્ગારો કહાડેલા અને સંતોષમાં જીવિત નિર્ગમન કરેલું; તેમ દેવદર્શન, કથાશ્રવણાદિ નિત્ય અને નિયમિત હોવાને લીધે પણ એમનું સાહિત્ય હૃદયસ્કૃષ્ટ હાઈ પદ્યબદ્ધ જ હોવું જોઇએ. ગદ્ય તે માત્ર રાજ્યલેખામાં વા શિલાલેખમાં વા લોકોનાં નામાં ઠામાં વગેરેમાં એટલે ખતપત્રા, રાજમેળ, હુંડીઓ વગેરેમાં હોય છે, પણ એને સાહિત્ય ભાગ્યે જ કહેવાયઃ કારણ નથી એમાં કાંઈ ઉચ્ચ આશય વા વિચાર હોતા, કે નથી હોતી Ganan Heritage Porta