આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૨ જો
સાર-શાકુંતલ

જ્યોત્સ્નીને નવે ફૂલે જોબન આવ્યું છે ને આંબો બહુપલ્લવે ઉપભોગ કરવાને યોગ્ય થયો છે !

પ્રિયં૦— (મલકાતી) અલી અનસૂયા ! બહુવાર થઈ શકુંતલા વનજયોત્સ્નીને જોયાં કરે છે તે તું સમજી કે ?

અન૦— ના પ્રિયંવદા, હું કંઈ ધારી શકતી નથી, કહે મને.

પ્રિયં૦— જેમ વનજ્યોત્સ્ની પોતાને યોગ્ય અાંબાને મળી તેમ હું પણ મનમાન્યા યોગ્ય વરને મળું એવું એ ઇચ્છે છે.

શકું૦— એતો તેં તારો પોતાનો મનોરથ કહ્યો. (ઘડો બધો ઢોળી દેછે.)

રાજા— (સ્વગત) બ્રાહ્મણની, પણ બીજી વર્ણના ક્ષેત્રથી તે ઉત્પન્ન થઈ હોય તો સારું; પણ સંદેહ કરે શું ?

ક્ષત્રી વરી શકે તેવી ખરે એ,
અભિલાષ એનો મારૂં મન કરે તે;
સંદેહ પડતો વસ્તુ વિષે જ્યાં.
અંતરવૃત્તિ ખરુંજ કહે ત્યાં. ૧૮

કંઈ નહિ, હું એની ખરી ભાળ કાડીશ.

શકું૦— (ગાભરી) રે બેન. મલ્લિકાને પાણી સિંચતાં આકળો થયલો ભ્રમર તેને છોડી મારા મોડાં પર અાવી ભમે છે !

(પીડા થઈ એવું દેખાડે છે.)

રાજા— (સ્વગત સ્પૃહાએ)

અમે વિચારે રહ્યા, મધુકર ! કર્યું સિદ્ધ તે કાર્ય
અતી કાંપતી ચપળ અાંખને, અડકે વારંવા૨;
કાનકને મૃદુ ગુણગુણ કરીને, સુણવે ગુજ હિતકાર;
ઉંચા હાથ કરી વારે એ પણ, પીએ અધર રતિસાર.–મધુકર૦ ૨૦

શકું૦— એ ધીટ ખસતોજ નથી, બીજે કહીં જાઉં (થોડેક જઈ વાંકી દૃષ્ટિયે જોય છે) કેમ તે અહીં પણ આવેછે સખી ? સખીઓ ! મારૂં રક્ષણ કરો રક્ષણ કરો; આ ઉદ્ધત દુષ્ટ ભ્રમરથી હું ત્રાસ પામીછું.

બેઉસખી— (કંઈક હસતાં) અમે કોણ તારૂં રક્ષણ કરવાને ? દુષ્યંતને સાદ કર, રાજાજ તપોવનનું રક્ષણ કરે છે.

રાજા— (સ્વગત) પ્રગટ થવાનો ખરો સમો આજ છે. (મોટેથી ) ન બીવું (એટલુંજ બોલી ધીમે) એમ તો રાજા છું તે જણાઈ ૫ડશે, જણાઓ.

શકું૦— (એક પગલું ભરી ઊભી રહી) કેમ અહીં પણ મારી પાછળ આવેછે

રાજા— (ઉતાવળો પાસે આવી) દુષ્ટ દંડક રાજા પૌરવ છતે તપસ્વી કન્યા મુગ્ધાઓને કોણ અમર્યાદ થાયછે ?